ગિરગઢડા
ભરત ગંગદેવ.
વેરાવળની સેન્ટ મેરી સ્કૂલ ખાતે ૨૮ એપ્રિલથી ૧૦ મે સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજનના સમાપનમાં ડેપ્યુટી સ્પોર્ટ ઓફિસર મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા સ્કૂલના આચાર્ય , ફાધર બીજુ સેબાસ્ટિયન અને ભાનુબેન વાદી તેમજ સ્કૂલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.


