ગિરગઢડા
ભરત ગંગદેવ…
વેરાવળ સિંધી સમાજ દ્વારા તા.૧૫ ને રવિવારે ઉત્તર સિંઘ પંચાયત ભવન ,સ્વામી શાંતીપ્રકાશ હોલ ખાતે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગ્રેજ્યુએટ પહેલા કે પછી યુપીએસસી, જીપીએસસી, આઈએએસની તૈયારીઓ કેવી રીતે કરવી અને તેને લગતુ માર્ગદર્શન આપવામાં આવશે.આ સેમિનારમાં મુખ્ય માર્ગદર્શક તરીકે જુનાગઢના ગોવિંદ મેલવાણી ઉપસ્થિત રહેશે.ઉપરાંત સિંધી સમાજના ડોકટર, એન્જિનિયર, ટીચર અને તમામ વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહેવા પરમહંસ લિલાશાહ સેવાસદન અને ઝુલેલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
