Maharashtra

કેજીએફના પ્રોડ્યુસરે જણાવ્યું કે કેજીએફ-૩ ૨૦૨૪માં રિલીઝ કરાશે

મુંબઈ
કેજીએફ ચેપ્ટર-૧ અને કેજીએફ-૨ના પ્રોડ્યુસર વિજય કિરાગંદૂરે પુષ્ટિ કરી છે કે ફિલ્મનો ત્રીજાે ભાગ એટલે કે કેજીએફ-૩ આવવાની છે. વિજય કિરાગંદૂરે કહ્યુ છે કે ફિલ્મ નિર્માતાઓની યોજના હિટ ફિલ્મની માર્વલ સ્ટાઈલની ફ્રેંચાઈઝી બનાવવાની છે. એક ઈન્ટરવ્યુમાં વિજય કિરાગંદૂરે એ પણ કહ્યુ કે કેજીએફ ૩નુ શૂટિંગ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૨ બાદ શરુ કરવામાં આવશે અને ૨૦૨૪માં ફિલ્મ રિલીઝ થવાની સંભાવના છે. વિજય હોમ્બલે ફિલ્મ્સના સંસ્થાપક છે જેમણે કેજીએફ ફિલ્મોનુ નિર્માણ કર્યુ છે. કેજીએફ ૩ના શૂટિંગ શિડ્યુલ વિશે પૂછવા પર વિજયે કહ્યુ, ‘નિર્દેશક પ્રશાંત નીલ હાલમાં સાલારમાં વ્યસ્ત છે. એ ફિલ્મમાં સાલાર લગભગ ૩૦-૩૫% શૂટિંગ થઈ ચૂક્યુ છે. આ ફિલ્મનુ આગલુ શિડ્યુલ આવતા સપ્તાહે શરુ થવાનુ છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર સુધી તેનુ શૂટિંગ પૂરુ થઈ જશે. માટે, અમે આ વર્ષે ઓક્ટોબર પછી કેજીએફ-૩નુ શૂટિંગ શરુ કરવાની યોજના બનાવી રહ્યા છે. અમને ૨૦૨૪ સુધી ફિલ્મ રિલીઝ થવાની આશા છે.’ શું કોઈ નવો અભિનેતા જાેડાશે કે યશ ફરીથી ભૂમિકા ભજવશે…? એમ પૂછવા પર ફિલ્મ નિર્માતાઓએ કહ્યુ, ‘અમે માર્વેલ યુનિવર્સ જેવી ફિલ્મની ફ્રેન્ચાઈઝી બનાવવા જઈ રહ્યા છીએ. અમે અલગ-અલગ મૂવીઝમાંથી અલગ-અલગ પાત્રો લાવવા અને ડૉક્ટર સ્ટ્રેન્જ જેવુ કંઈક બનાવવા માગીએ છીએ. સ્પાઈડર મેન હોમ કમિંગ કે ડોક્ટર સ્ટ્રેન્જમાં જે રીતે થયુ એ રીતે જેથી કરીને અમે વધુને વધુ પ્રેક્ષકો સુધી સરળતાથી પહોંચી શકીએ.’ દ્ભય્હ્લ ચેપ્ટર ૨ ૧૪મી એપ્રિલે રિલીઝ થઈ અને તેને વિવેચકો તેમજ પ્રેક્ષકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. આ ફિલ્મમાં યશ મુખ્ય ભૂમિકામાં છે અને તેમાં સંજય દત્ત, પ્રકાશ રાજ, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી અને માલવિકા અવિનાશ પણ છે. ગયા અઠવાડિયે દ્ભય્હ્લ ચેપ્ટર ૨ની હિન્દી-ડબ બૉક્સ ઓફિસ પર ૪૦૦ કરોડનો આંકડો પાર કરી ગઈ. ભારતમાં તમામ ભાષાઓમાં ફિલ્મનુ કુલ કલેક્શન ૯૦૦ કરોડને પાર કરી ગયુ છે જ્યારે તેણે વૈશ્વિક કમાણી ૧૧૭૦ કરોડને પાર કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *