Delhi

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ કેદારનાથ ઘાટીની સુરક્ષામાં તૈનાત

નવીદિલ્હી
કોરોનાના બે વર્ષના અંતરાલ બાદ ચારધામ યાત્રા માટે ભક્તોની ભીડ ઉમટી છે. કેદારનાથમાં શ્રદ્ધાળુઓના અભૂતપૂર્વ ધસારાને કારણે કેદારનાથ મંદિરમાં સુરક્ષા અને દર્શનને સુવ્યવસ્થિત કરવા માટે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ તૈનાત કરવામાં આવી છે. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ કેદારનાથ મંદિર અને કેદારનાથ ઘાટીમાં તીર્થયાત્રીઓના દર્શન અને તેમની ભીડને નિયંત્રિત કરી રહી છે. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસનું કહેવું છે કે દરરોજ ૨૦ હજારથી વધુ ભક્તો મંદિરની મુલાકાતે આવે છે. બીજી તરફ, સોનપ્રયાગ, ઉખીમઠ અને કેદારનાથ જેવા સ્થળોએ કેદારનાથ ઘાટીમાં આવતા-જતા યાત્રાળુઓની ભારે ભીડ જાેવા મળી રહી છે. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસના પ્રવક્તા વિવેક કુમાર પાંડેયએ કહ્યું કે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસની ટીમો આ સ્થળોએ યાત્રાળુઓની અવરજવર પર ચાંપતી નજર રાખી રહી છે. ૬ મે, ૨૦૨૨ પછી, મંદિરના કપાટ ખૂલ્યાને એક અઠવાડિયું થઈ ગયું છે અને અત્યાર સુધીમાં અંદાજિત ૧ લાખ ૩૦ હજાર શ્રદ્ધાળુઓ કેદારનાથના દર્શન કરી ચૂક્યા છે. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસએ વિસ્તારમાં તેની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને પણ એલર્ટ કરી દીધી છે. ઓક્સિજન સિલિન્ડરો અને તબીબી સાધનો સાથેની મેડિકલ ટીમો વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવી છે અને રાજ્ય વહીવટીતંત્રની મદદથી મેડિકલ ઇમરજન્સી અને જરૂર પડે તો બીમાર લોકોને બહાર કાઢવાની કવાયત કરવામાં આવી રહી છે. બદ્રીનાથ મંદિરમાં પણ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસની ટીમો મંદિર અને નાગરિક પ્રશાસનને દર્શનના વ્યવસ્થિત સંચાલનમાં અને શ્રદ્ધાળુઓની મંદિર પરિસર વગેરેમાં અવરજવર મામલે મદદ કરી રહી છે. બે વર્ષ પછી કોવિડ પ્રતિબંધો દૂર થયા છે એટલે આ વર્ષે ચાર ધામ યાત્રા માટે અભૂતપૂર્વ સંખ્યામાં યાત્રાળુઓ જાેવા મળી રહ્યા છે. ૩ મેએ યાત્રા શરુ થવાના પહેલા, લગભગ ત્રણ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ પૂર્વશરત તરીકે રાજ્યની પ્રવાસન વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જાે કે, સ્થાનિક લોકોનું કહેવું છે કે હજારો અન્ય યાત્રાળુઓ કોઇપણ રજિસ્ટ્રેશન વગર મંદિરોમાં પ્રવેશ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા કેદારનાથના ફોટોઝ અને વિડીયોમાં જાેવા મળ્યું છે કે કઈ રીતે લોકો હેલીપેડ અને મંદિરની નજીક લગભગ એક કિમી સુધીની લાંબી સર્પાકાર લાઈનોમાં જગ્યા મેળવવા માટે ભારે ધક્કામુક્કી કરી રહ્યા છે. ચાર ધામ બાદ ૨૨ મેથી ૧૫,૨૦૦ ફૂટની ઉંચાઈ પર સ્થિત શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારા શીખ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. પંજાબ, હરિયાણા અને દ્ગઝ્રઇ પ્રદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારાની મુલાકાત લે છે.

kedarnath-Security-Under-ITBP.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *