નડિયાદ
નડિયાદ શહેરના કપડવંજ રોડ ઉપર આવેલ એસઆરપી ગ્રુપ ૭મા ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હરીશકુમાર ડુંગરસિહ ગઢવી (બ નં.૧૧૦૯) ગત દારૂ પીધેલી હાલતમાં રોલ કોલના સમયે હાજર રહ્યા હતા. તેઓ લથડીયા ખાતા રોલ કોલ ફરજ બજાવતા એસઆરપીના માણસોએ આ મામલે પોતાના ઉપલા અધિકારીને જાણ કરી હતી. જેથી અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના મળી હતી. આથી આ સમગ્ર મામલે કિરણસિંહ ગુલાબ સિંહ સોઢા પરમાર નામના જવાનની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે હેડ કોન્સ્ટેબલ હરીશકુમાર ડુંગરસિહ ગઢવી સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.દારૂના નશામાં યુવાધન બરબાદીના રાહ જઈ રહ્યું છે. તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતા પોલીસ જવાનો પણ દારૂના નશામાં ચકચૂર જાેવા મળે છે. આવા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવ્યા છે જેના કારણે પોલીસની છબી ઉપર ડાઘ લાગ્યો છે. નડિયાદમાં એસઆરપી ગૃપ ૭નો જવાન દારૂ પીધેલી હાલતમાં પકડાતાં ભારે ચકચાર મચી છે. આ સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.
