સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરનાં મહુવા રોડ ખાતે આવેલાં એસ. ટી. ડેપોના પ્રવેશદ્વાર પર સાવરકુંડલા એસ ટી. ડેપો દર્શાવતું હોર્ડિંગ્સ બોર્ડ છેલ્લા એક વર્ષથી ગાયબ છે. આમ તો સાવરકુંડલા શહેરમાં તોકતે વાવાઝોડા દરમિયાન સાવરકુંડલા એસ. ટી. ડેપોનું બોર્ડ પણ ક્ષતિગ્રસ્ત થયું વાત સમજાય એવી છે કે કુદરતના રૌદ્ર સ્વરૂપ અને તેના પ્રકોપ આગળ માનવીનું શાણપણ નથી ચાલતું. પરંતુ સમય જતાં લોકો પણ એ વિપદાથી થયેલું નુકસાન ધીરે ધીરે પોતાના ઘર, ઓફિસ, ફેક્ટરી કે જાહેર મિલકતની મરમ્મત તો અવશ્ય કરે છે. પરંતુ આ સાવરકુંડલા એસ. ટી. ડેપોમાં એ એસ. ટી. કેમ્પસમાં પ્રવેશતાં લગાવેલું સાવરકુંડલા એસ. ટી. ડેપોનું બોર્ડ હજુ પણ ગાયબ છે. તંત્ર પણ હજુ સુધી કોની વાટ જોઈ રહ્યું છે? તે તો રામજાણે..!! પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વાવાઝોડાને લગભગ એક વર્ષ પૂરૂ થવાની અણી ઉપર છે છતાં આ તંત્ર દ્વારા પ્રવેશદ્વારનું બોર્ડ લગાવી શક્યું નથી. આમ જાહેર રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો આ ક્યાં શહેરનો એસ. ટી ડેપો છે તે જાણી શકતા નથી. અને અજાણ્યા લોકો પણ પરેશાન હોય છે. તંત્રની નિંભરતા કહો કે લોકોના બદનસીબ પણ હજુ સુધી આ સાવરકુંડલા એસ ટી. ડેપો દર્શાવતું હોર્ડિંગ્સ બોર્ડ હજુ પણ ગાયબ છે..!!! આશા રાખીએ કે વાઈબ્રન્ટ ગુજરાતના નારા લગાવતાં પ્રશાસન દ્વારા આ અંગે સત્વરે યોગ્ય પગલાં લઈને જાહેર રસ્તા પર સાવરકુંડલા એસ ટી ડેપો લખેલુ હોર્ડિંગ્સ બોર્ડ યુધ્ધના ધોરણે ચોક્કસ લગાવશે. અને જનતાની પરેશાની અને મુશ્કેલીની નોંધ લેશે

