Gujarat

મધ્યપ્રદેશ થી પાવાગઢ જતા બોડેલી એસ.ટી ડેપોમા દિકરો માતા થી વિખૂટો પડ્યો સ્થાનિક પત્રકાર ની મહેનત બાદ પાવાગઢમાં છોકરાનું અને માનું મિલન થતા  ખુશી જોવા મળી

બોડેલી એસટી ડેપોમાં એમપીથી બસ માં આવેલો યુવક અને તેમની માતા સાથે બસમાં જતો હોય ત્યારે પુત્ર નાસ્તો લેવા ગયો હતો ત્યારે બસ ઉપડી જતાં માતા જોવા ન મળતા પુત્ર ની આંખો માં આંસુ આવી ગયા હતા અને અને પુત્ર માતાની ચિંતા કરવા લાગ્યો હતો મધ્ય પ્રદેશના નિસાર પુર થી રાજકોટ તરફ ખેત મજૂરી કરવા માટે નીકળેલા પુત્ર અને માતા બોડેલી સુધી બસ માં આવી પાવાગઢ જવાનું નક્કી કર્યું હતું ત્યારે બોડેલી ડેપો આવતા પુત્ર નાસ્તો લેવા ગયો હતો ત્યારે બસ ઉપડી ગઈ હતી માતા ન જોવાતા પુત્ર ચિંતા મુકાયો હતો ત્યારે બોડેલીના સ્થાનિક પત્રકાર સુલેમાનભાઈ ખત્રી ની મદદથી
અને તેમની મહેનત બાદ પાવાગઢમાં છોકરાનું અને માનું મિલન થતા લોકોમાં ખુશી જોવા મળી હતી
અને દીકરાના અને માના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220516-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *