” કરેલું ફોગટ જતું નથી “
ભગવત ગીતાજીનાં આ કથનને ડો.કિશન પરસાણીયા અને ડો.રીતુ પરસાણીયા આજે સાકાર કર્યું હતું.
કોરોનાકાળની કપરી કામગીરી દરમ્યાન આ ડો.દંપતિ સિવિલ હોસ્પિટલ નાં ગાયનેક વિભાગમાં કાયૅરત હતું ,જે તે સમયે ફરજનિષ્ઠાની પરાકાષ્ટા સમાન આ દંપતિ એ પોતાનાં આરોગ્ય ની ચિંતા કયૉ વગર અસંખ્ય કોરોનાગ્રસ્ત મહિલાઓની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી હતી અને ફળસ્વરૂપે બન્ને કોરોનાગ્રસ્ત પણ થઈ ચુક્યા હતાં.
*એ વખતે આ અખબારે તેની નોંધ લઈને તેઓની કામગીરી ને બિરદાવી હતી* જુનાગઢ મધ્યે, ઝાંઝરડા ચોકડી,બાયપાસ રોડ પર આ દંપતિ ની પ્રાઈવેટ હોસ્પિટલ “કલરવ હોસ્પિટલ” નો શુભારંભ થયો.
આ અંગે ડો.કિશન પરસાણીયા એ જણાવ્યું કે તેમની હોસ્પિટલમાં નવજાત શિશુ નું અવતરણ ” વેદ અને વિજ્ઞાન ” નાં સમન્વય થી કરવામાં આવશે.શિશુ નાં ધરતી પર અવતયૉ બાદ તેનાં કણૅપટલ પર સૌ પ્રથમ ધ્વનિ વૈદિક શ્ર્લોક નો ઝીલાશે એ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે.
નોમૅલ ડિલેવરી ને પ્રાધાન્ય આપીને સિમિત પીડા સાથેની નોમૅલ ડિલેવરી અંગે ડો.રીતુ પરસાણીયા એ કરેલાં ક્લિનિકલ હિપ્નોસિસ નાં અભ્યાસ અંતર્ગત જણાવ્યું કે ગભૉવસ્થા દરમ્યાન માતા સાથે કાઉન્સેલિંગ કરવામાં આવશે જેનાં લીધે નોમૅલ ડિલેવરી માં થતી પીડા ને સિમિત રાખી શકાશે.
સરકાર શ્રી નાં લાગું પડાયેલાં તમામ નીતિ નિયમો ને આધિન રહીને બનાવવામાં આવેલી હોસ્પિટલ અદ્યતન ઉપકરણો થી સજ્જ અને નવાં જનરેશન ની અપેક્ષાઓ પર ખરી ઉતરે એ મુજબ નું નિમૉણ કરવામાં આવ્યું છે.
આ તકે તેઓની ભુતકાળની કામગીરી ને ધ્યાને લઈને તેમને બિરદાવવા માણાવદર, વંથલી, કેશોદ અને જુનાગઢ તાલુકાના અંદાજે ૨૭૦૦ લોકોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.ઉપરાંત આ તકે માણાવદર-વંથલી વિસ્તારના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી ભીખાભાઇ જોષી,જૂનાગઢ જી.પં.પ્રમુખ શ્રી દિનેશભાઈ ખટારીયા,જી.પં.નાં કારોબારી અધ્યક્ષ શ્રીમતી કંચનબેન ડઢાણિયા,જુનાગઢ શહેર ભાજપા પ્રમુખ શ્રી પુનિતભાઈ શમૉ,જી.પં.સદસ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી,માણાવદર તા.કોંગ્રેસ પ્રમુખ શ્રી જીજ્ઞેશ ભાઈ છૈયા,માણાવદર તા.ભા.જ.પ. પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સવસાણી,ઉમાધામ ગાંઠીલા નાં ટ્રસ્ટી શ્રી નિલેશભાઈ ધુલેશીયા તેમજ નામાંકિત સામાજીક અગ્રણીઓ અને ડોક્ટરોએ ઉપસ્થિત રહીને આ ડો.દંપતિ ને આશીર્વાદ પાઠવ્યાં હતાં.
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


