Gujarat

દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ  

ખેડૂત પરિવારને દેશી ગાય નિભાવ માટે સરકાર દ્વારા દર મહિને રૂ.૯૦૦ ની સહાય ચુકવવામાં આવે છે

જામનગર તા.૧૭ મે, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા-જામનગર ની કચેરીના પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી દ્વારા જણાવવામા આવે છે કે જામનગર જિલ્લાના ખેડુતો માટે પ્રાકૃતિક કૃષિની દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના માટે ઓનલાઈન આઇ ખેડૂત પોર્ટલ પર તારીખ ૧૩/૦૫/૨૦૨૨ થી ૨૭/૦૫/૨૦૨૨ સુધી રજીસ્ટ્રેશન થઇ શકશે. રાજ્યના ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે તેમજ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડુતોની સંખ્યામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરાઇ છે. જેમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત પરિવારને એક દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ મહિને રૂ.૯૦૦/- (વાર્ષિક રૂ.૧૦૮૦૦/-) યોજનાનું રજીસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યું છે

 

જે ખેડૂત દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતાં હોય તેવા ખેડૂત પરિવારને દેશી ગાય નિભાવ માટે મહિને રૂ.૯૦૦/-(વાર્ષિક રૂ.૧૦૮૦૦/-)ની સહાય ચુકવવામાં આવશે. આ માટે ખેડૂત પાસે આઈડેન્ટીફિકેશન ટેગ ધરાવતી દેશી ગાય હોવી જરૂરી છે તેમજ અરજદાર ખેડૂતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલી હોવી જરૂરી છે તથા પ્રાકૃતિક ખેતી કરતો હોવો જરૂરી છે. અગાઉ આ યોજના હેઠળ લાભ મળેલ હોય તેવા ખેડુતો અરજી કરી શકશે નહી.

આ યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન શરૂ થયું છે. જે તારીખ ૧૩/૦૫/૨૦૨૨ થી ૨૭/૦૫/૨૦૨૨ સુધી ચાલુ રહેશે. અરજદાર ખેડૂતે પ્રિન્ટઆઉટ અરજી સાથે ૭-૧૨ ની નકલ અથવા ૮-અ ની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતીપત્રક, દેશી ગાય ધરાવતા હોય તેવો ટેગ નંબર સાથેનો ફોટોગ્રાફ અને બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલો ચેક જોડી અરજી કર્યાના ૭ દિવસમાં પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની કચેરી, આત્મા પ્રોજેક્ટ, ખેડૂત તાલીમ કેન્દ્ર, બાજરા સંશોધન કેન્દ્ર, એરફોર્સરોડ, વુંલન મિલની સામે, જામનગર ખાતે રજુ કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *