સ્વાગત કરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલ સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવા અંગે સૂચન કરેલ.
જે અન્વયે ૨૫-૦૫-૨૦૨૨ બુધવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મામલતદાર અને એકઝીક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી જોડિયાના અધ્યક્ષસ્થાને મામતલદાર કચેરી, જોડિયાના મિટિંગ હોલમાં યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવા માટે અરજદારે નીચે જણાવેલ પ્રકારની અરજીઓ પૂરતા પુરાવા સાથે મોકલી આપવાની રહેશે.
(૧) તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો તે ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામસેવકને પ્રથમ અરજી કરેલી હોય અને તે અનિર્ણિત રહેલ હોય.
(૨) તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોય અને તે અનિર્ણિત હોય.
(૩) રજૂ કરવાના પ્રશ્નો ગ્રામ તથા તાલુકા કક્ષાએ નિર્ણય/નિકાલ કરી શકાય તેવા હોવા જોઈએ.
(૪) આ કાર્યક્રમમાં અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે કાર્યક્રમની નિયત તારીખે હાજર રહેવાનું રહેશે.
(૫) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે.એક અરજીમાં સામુહિક રજુઆતો કરી શકશે નહીં તેમ મામલતદાર અને એક્ઝક્યુટિવ મેજિસ્ટ્રેટ જોડિયાની યાદીમાં દ્વારા જણાવવામાં આવે છે.
૦
