પોલીસ અધિક્ષક, અમરેલી શ્રી હિમકર સિંહ નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દેશી દારૂની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતિ કરતાં ઇસમોને ઝડપી પાડવા શ્રી જે. પી. ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જે. એમ. કૈલા પોલીસ ઇન્સપેક્ટર બાબરા પોલીસ સ્ટેશન નાઓને બાબરા પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.
જે અંતર્ગત બાબરા વેલનાથ સોસાયટીમાં રહેતાં કિરીટ કેશુભાઇ સોલંકીના ઘરે દેશી દારૂ એક ફોરવ્હીલ ગાડીમાં આવવાનો હોય તેવી હકિકત મળેલ હોય જે બાબરા પો. સ્ટે. ના હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ વાઘેલા તથા હેડ કોન્સ. કિરણભાઇ તનસુખભાઇ સોલંકી તથા હેડ કોન્સ. બાબુભાઇ આલાભાઇ પરમાર તથા પો. કોન્સ. જગદિશભાઇ બાબુભાઇ રામાણી એ રીતેના નાઓએ એક ઇકો ફોરવ્હીલ ગાડીમાંથી દેશી દારૂની હેરાફેરી કરતાં કુલ ૦૪ ઇસમોને દેશી દારૂ લીટર ૨૦૦ કિ. રૂ. ૪૦૦૦/- તથા ઇકો ફોરવ્હીલ ગાડી જેના રજી. નં. GJ 05 RJ 1196 કિ. રૂ. ૨,૫૦,૦૦૦/ ના પ્રોહી મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ બાબરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૨૦૪૪૭/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ઇ, ૯૮(૨), ૮૧ મુજબનો ગુન્હો તા. ૧૮/૦૫/૨૦૨૨ ના કલાક ૦૬:૨૦ વાગ્યે ગુન્હો રજી. કરી આરોપીઓને ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે.
ગુનામાં પકડાયેલ આરોપીની વિગત :
૧) અશરફભાઇ મહમદભાઇ સૈયદ ઉ.વ. ૩૧ ધંધો ડ્રાઇવીંગ રહે. બાબરા ધુળીયા પ્લોટ વિસ્તાર તા. બાબરા,જી. અમરેલી
૨) નીલેષભાઇ પ્રતાપભાઇ ધાધલ ઉ.વ. ૨૯ ધંધો ખેતી રહે. બાબરા દાનેવનગર, તા. બાબરા
જી. અમરેલી
૩) કિરીટભાઇ કેશુભાઇ સોલંકી ઉ.વ. ૩૫ ધંધો મજુરી રહે. બાબરા વેલનાથ સોસાયટી તા.
બાબરા જી. અમરેલી ૪) રાહુલભાઇ બાબુભાઇ ભવાણીયા ઉ.વ. ૨૫ ધંધો મજુરી રહે. બાબરા નીલવડા રોડ તા. બાબરા જી. અમરેલી
કબ્જે કરેલ મુદ્દામાલ દેશી દારૂ તથા ઇકો ફોરવ્હીલ
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા


