ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે એ.વી કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના સંકલનમાં રહી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહો કરવી જે અનુસંધાને પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ. સી.એમ.ગામીત ક્વાંટ પોલીસ સ્ટેશન નાઓને બાતમી હકિકત મળેલ કે કવોટ પો.સ્ટે III ગુ.રજી.નં.૦૮૭/૨૦૧૬ પ્રોહિ એક્ટ કલમ ૬૫(ઇ) ૬૬(બી) મુજબના ગુનાના કામના આરોપી હુસાભાઇ હાતીયાભાઇ જાતે ભીલ રહે.મોટી ઝડુલી તા.ક્વાંટ જી.છોટાઉદેપુર નાનો ક્વાંટ બજારમા આવવાનો હોઇ જે બાતમી હકીકત આધારે ક્વાંટ ગાયત્રી મંદીર પાસે વોચ તપાસમાં હતા દરમ્યાન સદર આરોપી આવતા તેને પકડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. આમ છેલ્લા છ વર્ષથી પોતાની ધરપકડને ટાળી નાસતો ફરતો હોય આરોપીને પકડી પાડવામાં કવાંટ પોલીસને સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


