નવીદિલ્હી
એ.એફ.પીના મતે વર્ષભર પહેલા એક સ્વતંત્ર વિશેષજ્ઞ પેનલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મુખ્ય વાર્ષિક સભામાં એક ચિંતાજનક રિપોર્ટ રજુ કર્યો હતો. જેમાં ફરિયાદ કરવામાં આવી હતી કે ખરાબ સમન્વય અને ખોટા ર્નિણયોના કારણે કોવિડ મહામારીએ મોટા પ્રમાણમાં તબાહી મચાવી હતી. તે સમયે ન્યૂઝીલેન્ડના પૂર્વ પ્રધાનમંત્રી હેલેન ક્લાર્ક અને લાઇબેરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ એલેન જાેન્સન સરલીકની સહ અધ્યક્ષતામાં મહામારીની તૈયારી અને તેની સામે નિપટવા માટે સ્વતંત્ર પેનલે આવશ્યક ઉપાયોની એક લાંબી યાદી તૈયાર કરી હતી. જેથી ભવિષ્યમાં આવનારી મહામારીના ખતરા સામે શાનદાર ઢંગથી સામનો કરી શકાય. જાેકે વર્ષભર પછી એક અસેસમેન્ટ રિપોર્ટમાં એ કહેવામાં આવ્યું કે દુનિયા હજુ પણ આ મુદ્દાને લઇને ગંભીર નથી અને આ મામલે ગંભીરતાથી કોઇ કામ કરવામાં આવ્યું નથી. હેલેન ક્લાર્કે કહ્યું કે આગામી મહામારી રોકવા માટે વૈશ્વિક સ્તર પર જરૂરી ટ્રાસફોરમેટિવ કામ શરુ થઇ ગયું છે. ક્લાર્કે જણાવ્યું કે આપણે નવા મહામારી સામે નિપટવા માટે એક પ્રભાવી પ્રણાલીને વિકસિત કરવાના મામલામાં હજુ પણ વર્ષો દૂર છીએ અને તે પણ એવા સમયમાં જ્યારે કોઇપણ સમયે નવી મહામારીનો ખતરો ઉભો થઇ શકે છે. તેમણે કહ્યું કે જાે આ વર્ષે, આગામી વર્ષે કે તે પછી કોઇ નવી મહામારીનો ખતરો સામે આવે તો આપણી તેવી જ સ્થિતિમાં ઉભા રહીશું જેવી ડિસેમ્બર ૨૦૧૯માં હતી. કોવિડ-૧૯ મહામારી હજુ પણ યથાવત્ છે.કોરોના મહામારીએ આખી દુનિયામાં છેલ્લા બે વર્ષથી ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આ જીવલેણ વાયરસે દુનિયાભરમાં લાખો લોકોના જીવ લીધા છે અને લોકડાઉનના કારણે વેપાર-ધંધા બંધ થઇ ગયા અને કરોડો લોકોએ બેરોજગારીનો સામનો કરવો પડ્યો હતો. આ મહામારીમાં બોધપાઠ લેતા ભવિષ્યમાં આવનારી નવી મહામારી સામે સારી રીતે નિપટવા માટે અને તેને દૂર કરવા માટે વૈશ્વિક સુધારના પ્રયત્ન શરુ કરવામાં આવ્યા હતા. જાેકે આ પ્રયત્ન ધીમા છે અને લગભગ ખતમ થઇ ગયા છે.
