Gujarat

દાહોદના આશપુરમાં જૂની અદાવતે બે પક્ષો વચ્ચે મારામારી

દાહોદ
આજના યુગમાં કોઈને પણ સહન શક્તિી જ નથી રહી કોઈપણ અનબનાવ હોય કોઈ ઘટના હોય કે કોઈ કંઈપણ બોલ્યું હોય તેની અદાવત રાખી સમય આવતા તેનો બદલો લે છે ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આશપુર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતે બે પક્ષો વચ્ચે હથિયારો વડે મારા મારી થઈ હતી. જેમાં બે વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચી હતી. જેને લઈ બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાંવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આશપુર ગામે ગણેશ ફળિયામાં રહેતાં ગોવિંદભાઈ લાલસીંગભાઈ ચંદાણા દ્વારા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાં અનુસાર પોતાના ગામમાં રહેતા સુભાષ રણવીરભાઈ, કાળુ લક્ષ્મણભાઈ, જીજ્ઞેશ લક્ષ્મણભાઈ, ર્કિતન ઉર્ફે યોગેશ વીરસીંગભાઈ, જગદીશ રમેશભાઈ અને વિરસીંગ દેવાભાઈ તમામે એકસંપ થઈ હાથમાં મારક હથિયારો સાથે ગોવિંદભાઈના ઘરે આવ્યાં હતાં. જ્યાં બેફામ ગાળો બોલી ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવત રાખી ગોવિંદભાઈ તથા તેમની સાથેના માણસોને માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. તેમજ વાહનોની પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડતાં આ સંબંધે ગોવિંદભાઈએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હતી. જ્યારે સામાપક્ષેથી આશપુર ગામે ગણેશ ફળિયામાં રહેતાં લલીતાબેન રણવીરસિંહ ચંદાણાએ નોંધાંવેલી ફળિયામાં જણાવ્યાં અનુસાર પોતાના ગામમાં રહેતાં ગોવિંદ લાલસીંગભાઈ, અનીલ બાબુભાઈ, ગોવિંદ બાબુભાઈ, રાહુલ કમલેશભાઈ, મનોજ રવજીભાઈ, રવજી વેલજીભાઈ, મનસુખ હુરજીભાઈ અને દિલીપ મનસુખભાઈ તમામે એકસંપ થઈ મારક હથિયારો સાથે ધસી આવ્યા હતા. ગ્રામ પંચાયતની ચૂંટણી સંબંધી બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને લલીતાબેનને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો મારી મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. તેમજ મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત લલીતાબેન રણવીરસિંહ ચંદાણાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હતી. પોલીસે બંન્ને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *