International

શું કોઈ દેશનો પ્રધાનમંત્રી અંધવિશ્વાસમાં માને છે, સાચે જ વિશ્વાસ જ નથી થાય કે……

કંબોડિયા
કોઈ એક વ્યક્તિ કે જે આખા દેશનું સંચાલન જ એના માથે હોય અને બંધારણીય પદે પહોંચનારી વ્યક્તિ જ જાે અંધવિશ્વાસમાં માને તો શું કહેવું આવા લોકોનુ ? આવું જ કઈંક એક એવા દેશમાં જાેવા મળ્યું કે શું કહેવું તે કઈ સમજાતું જ નથી. જેમાં મુખ્ય કારણ એક એવું કારણ છે કે જેના વિષે અંદાજાે લગાવવો પણ મુસ્કિલ છે. જ્યાં પ્રધાનમંત્રીએ પોતાની ઓફિશિયલ જન્મતિથિ જ બદલી નાખવાનો ચોંકાવનારો ર્નિણય લીધો છે. હવે તેઓ પોતાની નવી જન્મ તારીખ ચીની રાશિ કેલેન્ડર પ્રમાણે રાખશે. પ્રધાનમંત્રી હુન સેને આ ચોંકાવનારી જાહેરાત તેમના ભાઈના નિધન બાદ કરી હતી. ૫ મેના રોજ તેમના ભાઈનું નિધન થયું ત્યારે તેઓ ખુબ અંધવિશ્વાસું જાેવા મળ્યા હતા. તેમને તો એવો શક પણ છે કે ભાઈનું મૃત્યુ પણ એવી ખોટી જન્મતારીખ કે જે ચીની કેલેન્ડર પ્રમાણે મેચ નથી કરતી તેના કારણે થયું. તેમના ભાઈનું મૃત્યુ સિંગાપુરથી પાછા ફર્યાના ૧૦ દિવસ બાદ હાર્ટ એટેકથી થયું હતું. ત્યાં તેઓ સારવાર માટે ગયા હતા. કંબોડિયાના પ્રધાનમંત્રી હુન સેનના જણાવ્યાં મુજબ તેમની બે જન્મતિથિઓ હતી જેમાંથી એક ૪ એપ્રિલ ૧૯૫૧ અને બીજી ૫ ઓગસ્ટ ૧૯૫૨ છે. તેમનું કહેવું એવું છે કે તેમની જન્મતારીખ ૫ ઓગસ્ટ જ સાચી છે. દાવો કરતા તેમણે ખોટી જન્મતારીખના ઉપયોગ બદલ એક પ્રશાસનિક ખામીને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે ચીની રાશિને અવગણવી જાેઈએ નહીં. હુન સેને કહ્યું કે મે અગાઉ ન્યાયમંત્રી કોઉત રિથ સાથે ચર્ચા કરી છે અને મારી સાચી જન્મતારીખના ઉપયોગ માટે પાછો આવીશ. પીએમએ કહ્યું કે એકવાર જન્મતારીખ બદલવાની પ્રક્રિયા પૂરી થાય પછી જાહેર રીતે તેઓ જાહેરાત કરશે અને એક નોટિફિકેશન દ્વારા મિત્ર દેશોને પણ જણાવશે. આ બધા પાછળ મુખ્ય કારણ એ જ છે કે કમ્બોડિયાના ૫૦થી વધુ ઉંમર ધરાવતા લોકો માટે બે જન્મદિવસ હોવો એ સામાન્ય છે. કારણ કે અનેક લોકોએ ૧૯૭૫થી ૧૯૭૯ સુધી ખમેર રૂજ સાશન વખતે પોતાનો અધિકૃત રેકોર્ડ ગુમાવ્યો હતો. કેટલાક લોકોએ ૧૯૮૦ના દાયકામાં સેનામાં પ્રવેશને ચકમો આપવા પોતાનો રેકોર્ડ બદલ્યો હતો.

Cambodia-PM-Hun-Sen.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *