સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે
શ્રી સરદાર હાર્ડવેર નામની હિંમતભાઇ કેશુભાઈ જયાણીની દુકાનમાં તારીખ ૧૯ મે ના રાત્રે શોક સર્કિટને હિસાબે લાગી આગ..લાગેલી આગને જોતા ખૂબ મોટી નુકસાની નો પ્રથમ દ્રષ્ટિએ અંદાજ લગાવવામાં આવેલ છે.હજુ રાતના બાર સુધી આગ કાબુમાં આવી નથી.
———————————————————————
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે શ્રી સરદાર હાર્ડવેર નામની હિંમતભાઇ કેશુભાઈ જ્યાંણી દુકાનમાં આગ લાગતાં સાવરકુંડલા નગરપાલિકા ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું. આ ફાયર ફાઇટર માં મનુભાઈ ખુમાણ હેડ, જયરાજભાઈ ખુમાણ અને રવિભાઈ જેબલીયા ફાયર ફાઇટરની કામગીરીમાં જોડાયેલા છે. આગ ભયંકર હતી . ગઈકાલે રાત્રે આગ ઓલવવાનુ કામ ચાલુ હતું રાત્રે ૧૨ વાગ્યે પણ આગ અત્યંત વિકરાળ હતી. અમરેલીનું પણ ફાયર ફાઇટર ગાધકડા ગામે પહોચયુ હતું લાખો રૂપિયાની કિંમતનો હાર્ડવેર સામાન બળીને ખાખ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પણ સતત ફાયરબ્રિગેડ સ્ટાફની સાથે સતત સંપર્કમાં રહીને મોડી રાત સુધી કામગીરી ચાલી હતી અને આગને કાબુમાં લેવા તમામ પ્રયત્નો કરી રહ્યા હતાં. પ્રાથમિક માહિતી અંતર્ગત આ આગ શોક સર્કિટથી લાગી હોવાનું અનુમાન છે.


