મળતી માહિતી મુજબ બોડેલીના એસટી ડેપો પાસેથી એક ટ્રેક્ટર કપચી ભરી પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણસર ટ્રેક્ટરના પાછળના વ્હીલમાં પંચર પડતાં ટ્રેકટરચાલક સહિત સવાર લોકો પંચરની કામગીરી કરી રહ્યા હતા ત્યારે બોડેલી એસટી ડેપો માંથી એક બસ હાલોલ રોડ પર એક પંપ પર ડીઝલ ભરાવા માટે ગઈ હોઈ ડીઝલ ભરાવી પરત આવી રહી હતી ત્યારે એસટી બસના ચાલકે ટ્રેકટરમાં ધડાકાભેર અથાડતા અકસ્માત સર્જાયો હતો આ ઉપરાંત બસ ડીઝલ માટે ગઈ હોય બસમાં કોઈ મુસાફરો ન હોઈ જેને લઈ કોઈ જાનહાની થવા પામી ન હતી જ્યારે બસના આગળના ભાગે નુકસાન થવા પામ્યું હતું સદનસીબે બસમાં કોઈ મુસાફરો ન હોઈ જેને લઈ કોઈ જાનહાની થવા પામી ન હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


