Gujarat

અમરેલીમાં સંભવનાથ જિનાલયને ૨૦૧ વર્ષ પૂર્ણ થતા મહોત્સવ યોજાયો

અમરેલી
પ્રાચીન તીર્થ સમા સંભવનાથ જિનાલયને ૨૦૧ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે જૈન સંઘ દ્વારા પાંચ દિવસીય ધાર્મિક મહોત્સવ યોજાયો હતો. અહી દિવસે જૈન સંઘના ત્રણેય મહિલા મંડળો દ્વારા પંચ કલ્યાણ પુજા ભણાવવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ જાેડાઈ હતી. તેમજ સમુહ સામાયિક રાખવામાં આવ્યું હતું. ૬૧ સામૂહિક આયંબીલની તપશ્ચર્યા કરી હતી. અહીના કાર્યક્રમમાં અમરેલીના દિકરી મહારાજદ પદમયેશાશ્રીજી , રત્નમાલાશ્રીજી, નીલરત્નાશ્રીજી તથા પુ. તીર્થેશપદ્માજીની નિશ્રામાં પ્રેરણારૂપ થયેલ હતી. જૈન સંઘ અમરેલી દ્વારા ભગવંત વિજય ર્નિમળચંદ્ર સુરીશ્વરજી, મુનીરાજ કલ્પચંદ્ર વિજયજીના સામૈયા કર્યા હતા. જૈન દેરાસરમાં જુદી જુદી ઓષધિઓના જળથી ૧૮ અભિષેક કર્યા હતા. ચોથા દિવસે સિધ્ધચંદ્ર મહાપૂજન કરાયું હતું. તેમજ પાંચમાં દિવસે સવારે ધ્વજાયાત્રાનો કાર્યક્રમ થયો હતો. જેમાં અમરેલીની બજારોમાં ધ્વજાયાત્રા ફરી હતી. અને ફરીને પરત દેરાસરજી પધારી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે કિર્તીભાઈ મુળચંદ્રભાઈ મુંબઈ, અમરેલીના નરેશભાઈ, કિરીટભાઈ, કેતનભાઈ, પિષુયભાઈ સહિતના અન્ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *