Gujarat

રાજકોટમાં વડાપ્રધાનના આગમન પહેલા સહકારી આગેવાનોની બેઠક મળી

રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આટકોટ કાર્યક્રમને લઈને ભાજપ અને સહકારી ક્ષેત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટ તાલુકાના સહકારી આગેવાનોની આજે મહત્વની બેઠક મળી હતી. આટકોટ ખાતે ૩ લાખ લોકો એકત્ર કરવા ભાજપનું આયોજન છે. આ માટે ગ્રામ્ય લેવલે સહકારી આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએ વડાપ્રધાનના કાર્યક્રમમાં લોકોને લાવવા તમામ તૈયારીઓ સહકારી આગેવાનોએ શરૂ કરી દીધી છે. રાજકોટમાં છત્રપતિ શિવાજી મહારાજના જીવનકવન આધારિત જાણતા રાજા નાટકનું આયોજન રેસકોર્સ મેદાન ખાતે કરવામાં આવ્યું છે. આ મહાનાટ્ય સમારોહના અધ્યક્ષસ્થાને સીએમ ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, જાણતા રાજા એ સમગ્ર એશિયાનું સૌથી મોટુ જીવંત રીતે ભજવાતું મહાનાટક છે. અત્યારસુધીમાં આ નાટકના ૧ હજારથી વધુ શો સમગ્ર ભારતમાં ભજવવામાં આવ્યા છે. જેમાં કુલ ૩૦૦ જેટલા કલાકારો ભાગ લેનાર છે. આ પૈકી રાજકોટના ૧૨૫ કલાકારો છે અને મહારાષ્ટ્રના ૧૨૫ કલાકારો ભાગ લેનાર છે.વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે એક બાદ એક મોટા કાર્યક્રમો અને બેઠકો શરૂ કરી દીધી છે. રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી જાણતા રાજા નાટક નિહાળશે. ત્યારે હર્ષ સંઘવી રાજકોટ આવી પહોંચ્યા છે અને તેઓએ ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં રાજકોટના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો જે અવાજ અને માગણીઓ હતી તે નાગરિકોના હિતની હતી. રાજકોટના પ્રતિનિધિઓએ ટ્રાફિક પોલીસ દ્વારા થતી હેરાનગતિ કઈ રીતે રોકવામાં આવે તેવી પણ ચર્ચા કરી હતી. પરંતુ હું વિશ્વાસ અપાવું છું કે, રાજકોટની પોલીસ અને લોકો વચ્ચે જે અંતર છે તે ઓછુ થાય તે પ્રકારની પ્રક્રિયા હાથ ધરાઇ છે. રાજકોટ પોલીસના બીજા અનેક પ્રોજેક્ટ પર અમારી ચર્ચા થઈ છે. રાજકોટના લોકો અને પોલીસ વચ્ચે દો દિલ એક જાન થાય તેવું કાર્ય કરવામાં આવશે. આ જવાબદારી ગુજરાત પોલીસ, રાજકોટ પોલીસ અને ગૃહ વિભાગની છે અને તે પૂર્ણ કરવાની ખાતરી આપુ છું. આટકોટ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે. આયોજક અને સુરક્ષાની તમામ એજન્સીઓ સાથે સંકલનની બેઠક યોજાશે. રાજકોટના અનેક લોકોને મળવાનો મને મોકો મળશે. રાજકોટના નેતાઓ સાથે શહેરના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા થઈ છે. લોકોને અને લોકોની સુરક્ષા માટે ખાસ કરીને ગૃહ મંત્રાલય ખૂબ જ સજ્જ છે. ગુજરાતમાં જે ઘટનાઓ ઘટી રહી છે તેમાં ત્વરીત ર્નિણયો, ત્વરિત ચાર્જશીટો અને એ ચાર્જશીટ પર કાયદા વિભાગ દ્વારા ફોલોઅપ લેવામાં આવે છે. અનેક કેસોમાં તાત્કાલિક ન્યાય મળે તે માટે સરકાર કામ કરી રહી છે. રાજકોટના નાગરિકોને હું વિશ્વાસ અપાવા માગુ છું કે, ગુજરાતનું ગૃહ વિભાગ અને રાજકોટ પોલીસ એ સમાજ સુરક્ષાને લઇને, સોશિયલ પોલિસીંગને લઇને નવા આયામો સાથે રાજકોટમાં કામગીરી કરવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *