Gujarat

અમદાવાદની મહિલા અને તેમના પિતાનું રાજસ્થાનમાં અકસ્માતમાં મોત

અમદાવાદ
મેઘાણીનગરમાં રહેતા પ્રતિભાદેવી શિવકુમાર ભદૌરિયા (૬૦) તેમના પુત્ર સાથે યુપીના ભીચવાડા મૈનપુરીમાં રહેતા તેમના પિતા લથુર સિંહ ચૌહાના ઘરે ગયા હતા. પિતાની તબિયત ખરાબ રહેતી હોવાતી તેઓ તેમની સારવાર માટે કાર લઈને અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા. ૬૮૦ કિમીનું અંતર કાપ્યા બાદ કાર રાજસ્થાનના પાલી વિસ્તારમાં ગુંદોજ પાસેથી પસાર થઈ રહી હતી. આ વખતે કાર ડ્રાઈવર વીર બહાદુરસિંહ ચૌહાણને ઝોકું આવી જતા કાર નજીકના ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં પ્રતિભાદેવી અને તેમના પિતા લથુર સિંહનું મોત નિપજ્યું હતુ, જ્યારે પુત્ર શૈલેન્દ્ર સિંહ, અમદાવાદમાં રહેતા તેમના સંબંધી જિતેન્દ્ર સિંહ અને કાર ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચતા બાંગડ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.યુપીના મૈનપુરથી અમદાવાદ આવી રહેલી કારના ડ્રાઈવરને રાજસ્થાનના પાલી પાસે ઝોકું આવી જતા કાર પલટી ખાઈ ગઈ હતી. જેમાં અમદાવાદની મહિલા અને આગરામાં રહેતા તેના પિતાનું મોત થયું હતું. આ સાથે અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *