નવીદિલ્હી
મે મહિનાનો અંત આવી રહ્યો છે અને જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. તેવામાં જાે આપને બેંકમાં કઈ કામ છે તો આપને જણાવી દઈએ કે જૂન મહિનામાં ૮ દિવસ બેંક બંધ રહેવાની છે. બેંકની રજાઓમાં ૬ દિવસ સાપ્તાહિક રજાાઓ પણ સામેલ છે. જ્યારે અન્ય ૨ તહેવારોના કારણે પણ બેંક બંધ રહેશે. રિઝવર્વ બેંકની વેબસાઈટ પર મળતી જાણકારી અનુસાર ૨ જૂનના રોજ બેંક બંધ રહેશે. ક્યારે ક્યારે બેંક રહેશે બંધ ૨ જૂન- મહારાણા પ્રતાપ જયંતી, શિમલામાં બેંક બંધ, ૫ જૂન- રવિવાર, ૧૧ જૂન- બીજાે શનીવાર, ૧૨ જૂન- રવિવાર, ૧૫ જૂન- ગુરૂ હરબોબિંદ જયંતી, રાજા સંક્રાતિ, વાઈએમએ, મિઝોરામ, ભુવનેશ્વર, જમ્મુ કાશ્મીરમાં બેંક બંધ, ૧૯ જૂન- રવિવાર, ૨૫ જૂન- ચોથો શનિવાર, ૨૬ જૂન- રવિવાર જે દિવસે બેંક બંધ રહે છે તે દિવસે પણ બેંક સંબંધિત જરૂરી કામ પૂરા કરી શકાય છે. ઓનલાઈન સેવાના માધ્યમથી આપ બેંકનું કામ પૂરુ કરી શકો છો. રજાના દિવસે માત્ર શાખા બંધ રહે છે. ઓનલાઈન સેવા ચાલુ રહે છે.
