Gujarat

કડક કાર્યવાહી: માંગરોળ પોલીસ દ્વારા સરપ્રાઈઝ વાહન ચેકીંગ કરાયું

કડક કાર્યવાહી: માંગરોળ પોલીસ દ્વારા સરપ્રાઈઝ વાહન ચેકીંગ કરાયું

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ડી.વાય.એસ.પી.કોડિયાતર સાહેબની સૂચના મુજબ માંગરોળ સીટી વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી

માંગરોળ પોલીસની ટીમે શહેરમાં ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી. આ ડ્રાઇવ દરમિયાન માંગરોળપોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે લાલ આંખ કરી હતી. અને નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે શહેર ભર માં કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ડીવાયએસપી કોડિયાતર સાહેબ પોલીસ સ્ટેશનના અધિકારી, કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ વાહન ચેકીંગ કરવામા આવેલ અને આ ચેકીંગ દરમ્યાન માંગરોળપોલીસ દ્વારા કાર્યવાહી કરી, ટ્રાફીક નિયમના ભંગ બદલ સ્થળ ઉપર જ રૂ.4000 દંડ વસુલ કરવા મા આવેલ તથા 48 વાહન ડિટેઇન કર્યા હતા.

માંગરોળ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવમાં ડી.વાય.એસ.પી. કોડિયાતર સાહેબ પોતે પણ ખાસ ઉપસ્થિત રહયા હતા માંગરોળ પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન નાના બાળકો,લાઇસન્સ વગરના ચાલકો,આધાર પુરાવા વગર ના ટુ વહીલ ચલાવતા ચાલકો સામે લાલ આંખ કરી હોય ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી. ત્યારે માંગરોળ પોલીસ માંથી જાણવા મળતી માહિતી અનુસાર માંગરોળ પોલીસની ટીમે આ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક નિયમનો ભંગ કરતાં એકજ દિવસમાં 48 વાહન ડીટેઇન કરવામાં આવતા ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયેલો હતો.

માંગરોળ પોલીસની આજની આ કાર્યવાહી ની વ્યાપારીઓ દ્વારા ખુબજ પ્રશંસા કરવામાં આવી રહી હતી તેમજ વ્યાપારીઓ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે તેમની દુકાનોની સામે અડચણરૂપ વાહનો પાર્ક કરી દેવામાં આવતા હોય છે તેમજ ખાનગી લક્ઝરી બસો કે જે દુકાનોની સામે પાર્ક કરી દેવામાં આવતી હોયછે જે ને કારણે પણ વ્યાપારી ઓ ને પોતાના વ્યાપાર ધંધા કરવામાં ખુબજ પરેશાનીઓ પડીરહી હોય આ બાબતે અવાર નવાર જગડાઓ પણ થતા રહેતા હોય આ બાબતે પણ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે

જો ખાનગી બસોનું પાર્કિંગ શહેરની બહાર અથવા કામનાથ રોડ ઉપર આવેલ પોલીસ ચોકી પાસે આવેલ જગ્યાએ કરવામાં આવે તો આ પ્રશ્ન નું કાયમી નિરાકરણ આવી શકે તેમ છે

જાગૃત નાગરિકો માં થતી ચર્ચા મુજબ ટ્રાફિક પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે

આ કામગીરી માં ડીવાયએસપી શ્રી કોડીયાતર સાહેબ
ડી.આર મોરી, એમ આર વાળા,દોલુભા જુજીયા, બહાદુરસિંહ,ભાવસિંહ મોરી,રવિભાઈ પરમાર, પુનાભાઈ કોડીયાતર, પ્રિતેશસિંહ, પ્રદીપસિંહ, સાજીદ ખાન,પી.કે. ધામા, હસમુખભાઈ વાજા
સહિતના પોલીસ કર્મચારીઓ તથા ટ્રાફીક બ્રીગેડના જવાનોએ સાથે રહી કામગીરી કરી હતી

રિપોર્ટ : અનિષ ગૌદાણા
જૂનાગઢ

IMG-20220531-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *