Gujarat

વેરાવળ અનુપમ સ્કુલ મા શહેરી વિસ્તારનો આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

સરકારશ્રીના જુદા જુદા ૧૩ વિભાગોની ૫૬ જેટલી સેવાઓનો 1400 થી વધુ લાભાર્થીઓએ લીધો લાભ*

, વેરાવળ-પાટણ શહેરી વિસ્તારમાં રાજય સરકારના આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ વોર્ડ ન.5 અને 6 ના વિસ્તારમાં શાહીગરા કોલોની નજીક અનુપમ સ્કુલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગોને લગતી વ્યક્તિગત કોઈ પણ સેવાઓની જરૂરીયાત હોય તે એકજ સ્થળે પૂરી પાડવામાં આવી હતી. આસપાસના વિસ્તારોના લોકોએ સેવાસેતુ કેમ્પનો લાભ લીધો હતો.

આ તકે નગરસેવક અફઝલ પંજા એ જણાવ્યું હતું કે છેવાડાના લોકો સુધી પહોંચીને સેવાસેતુ કાર્યક્રમો મારફત ઘર આંગણે જઇ તમામ વિભાગો દ્વારા સેહલાઈ પૂર્વક લોકોના પ્રશ્નો હલ કરી તેમને સરકારશ્રીની અનેક યોજનાઓથી માહિતગાર કરવામાં આવે છે.જે સરકારશ્રીની દૂરદર્શિતા અને સમાન્ય લોકો માટેની સહાનુભૂતિ દર્શાવે છે.

આ સેવાસેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ-રાશન કાર્ડમાં ફેરફારો, મહિલાઓ અને બાલિકા લક્ષી યોજનાઓ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીઝ અને બી.પી.ની ચકાસણી), ઘરેલું નવા વીજ જોડાણ, વેરા સંબંધિત સેવાઓ, બેન્કિંગ અને ધિરાણ સંબંધિત સેવાઓ જેવી કુલ ૫૬ સેવાઓ લોકોને એકજ સ્થળે પુરી પાડવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા અનુપમ પ્રાયમરી & હાઇસ્કુલ શાહીગરા મા સેવા સેતુ નું આયોજન કરેલ હતું.લાંબા સમય પછી આ વિસ્તાર મા સેવાસેતું નું કાર્યક્રમ થતા ખૂબ મોટા પ્રમાણમાં જરૂરતમંદ લોકોએ તેનું લાભ મેળવેલ હતું.જેમાં 1400 થી વધુ લોકોએ જુદી-જુદી સેવાઓનો લાભ મેળવેલ હતું.આ ઉપરાંત ખૂબ મોટી સઁખ્યા મા લોકો એ માર્ગદર્શન પણ મેળવેલ હતું.

આ તકે નગરસેવક અફઝલ પંજા દ્વારા આવેલ તમામ મહેમાનો નું શાલ ઓઢારી તેને હારફૂલ કરેલ હતા.કાર્યક્રમ મા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, નગરપાલિકા ના પ્રમુખ પિયુષભાઈ ફોફનડી, ગુલામભાઈ ખાન,સતારભાઈ શેખું,બાદલભાઈ હુંબલ,શાહીલ શેખું,અલતાફભાઈ ચૌહાણ,નગરપાલિકા સેકેટરી દિગન્ત દવે,મામલતદાર શ્રીમાળી સાહેબ,નાયબ મામલતદાર રાજુભાઇ ચાવડા,અનુપમ સ્કુલ ના આચાર્ય અનિષાબેન ગાજીપૂરા હાજર રહેલ હતા તેમજ વિસ્તાર સામાજીક કાર્યકરો એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવેલ હતી, જયેશ પરમાર પ્રભાસ પાટણ સોમનાથ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *