Gujarat

ગુજરાત સરકારે રીક્ષાચાલકોની માંગ સ્વીકારતા ભાડામાં વધારો થશે

અમદાવાદ
ગુજરાતમાં મધ્યમ વર્ગના લોકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રીક્ષા ચાલકોની માંગ સ્વીકારી છે. જેને પગલે હવે રીક્ષામાં મુસાફરી કરવી મોંઘી થઈ જશે. ગુજરાત સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ નિવેદન આપ્યું છે. કે, રીક્ષા ચાલકોના યુનિયનો સાથે વાટાઘાટો પૂરી થઈ છે. એક કિ.મી.નું મિનિમમ ભાડું ૧૮થી વધારીને ૨૦ રૂપિયા કરાયું છે. ૧૦ જૂનથી નવા ભાવ વધારાનો અમલ થશે. મિનિમમ ભાડું વધારતા હવે રીક્ષામાં મુસાફરી કરતાં લોકોને વધુ ભાડું ચુકવવું પડશે. પહેલા ૩ કિલો મીટરના ૪૪ રૂપિયા થતા હતા. હવે તેમાં વધારો કરીને ૫૦ રૂપિયા થઈ ગયા છે. સરકારે પહેલા કિ.મી. ૧૮થી વધારીને ૨૦ રૂપિયા કર્યા છે. એક કિ.મી. પછી ૧૩ રૂપિયા હતા, જેમાં બે રૂપિયા વધારતાં ૧૫ રૂપિયા કરાયા છે. આમ, તમે જાે રીક્ષામાં ૩ કિ.મી.ની મુસાફરી કરો છો, તો તમારે ૬ રૂપિયા વધારે ચૂકવવા પડશે.

India-Gujarat-The-Gujarat-government-has-accepted-the-demand-of-rickshaw-pullers-and-the-fare-will-be-increased.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *