વિઓ: છોટાઉદેપુર જિલ્લા ના હાફેશ્વર પાણી પુરવઠા યોજનાનુ પાણી દાહોદ સુધી પહોંચાડવામાં આવ્યું પરંતુ હાફેશ્વર થી 10 કિલોમીટર દૂર કવાંટ ને હાફેશ્વર યોજનાનું પાણી મળતું ન હતું જેને લઇને સાંસદે સરકારમાં રજૂઆત કરતાં સરકારે કવાંટ ગ્રામ પંચાયતને હાફેશ્વરપાણીપુરવઠા યોજનાનુ પાણી મળે તે માટે અલગ પાઇપ લાઈન કરીને કવાંટ ગ્રામ પંચાયતના સંપ સુધી પહોચાડીયું હતું જેને લઈને કવાંટ ગ્રામ પંચાયત દ્રારા હાફેશ્વર પાણી પુરવઠા યોજનાનુ પાણી આવતા સાંસદે ગ્રામજનો, સરપંચ અને પાણી પુરવઠા ના અધિકારીઓએ નર્મદા નિર ના વધામણા કર્યા હતા,નર્મદાના નીરથી કવાંટ ના ગ્રામજનો ને પીવાના પાણીની તંગી દૂર થઇછે , દર વર્ષે ઉનાળા માં બોરના પાણી ના સ્તર નીચા જતા રહેતા હતા જેના લીધે કવાંટ ગ્રામ પંચાયત ટેન્કરો દ્વારા પાણી પ્રજાને પૂરું પાડવામાં આવતું હતું જે તકલીફોથી માંથી ગ્રામ પંચાયતને અને નગરજનોને કાયમી છુટકારો મળશે કવાટના નગરજનોમાં હાફેશ્વર નુ પાણી કવાંટ સુધી આવતા નગરજનોમાં ખુશી છે .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


