Maharashtra

કમલ હાસને વિક્રમ ફિલ્મની સફળતાની ઉજવણીમાં સૂર્યાને મોંઘી વોચ આપી

મુંબઈ
સાઉથના સુપર સ્ટાર કમલ હાસનની ફિલ્મ વિક્રમ બોક્સ ઓફિસ પર નવા વિક્રમો બનાવી રહી છે. અક્ષય કુમારની બિગ બજેટ ફિલ્મ પૃથ્વીરાજ સાથે સીધી ટક્કર હોવા છતાં વિક્રમે નમતું જાેખ્યું નથી. માત્ર પાંચ જ દિવસમાં ફિલ્મે ૨૦૦ કરોડનું કલેક્શન મેળવી લીધું છે. ફિલ્મના ચારે તરફ વખાણ થઈ રહ્યા છે ત્યારે કમલ હાસને સફળતાની ઉજવણી શરૂ કરી દીધી છે અન ે એક્ટર સુર્યાને મોઘી રોલેક્સ વોચ ગિફ્ટ કરી છે. ફિલ્મમાં કમલ હાસનની સાથે વિજય સેતુપતિ, ફહાર ફાસિલ અને કેમિયોમાં સુર્યા છે. થલપતિ વિજયની ફિલ્મ માસ્ટરના ડાયરેક્ટર લોકેશ કનગરાજે આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં સુર્યાએ માત્ર પાંચ મિનિટનો રોલ કર્યો છે. સુર્યાનો ખૂંખાર અવતાર પહેલી વખત આ ફિલ્મમાં જાેવા મળ્યો છે. ફિલ્મ જાેયા પછી સુર્યાના પણ વખાણ થઈ રહ્યા છે. પબ્લિક ઓપિનિયનની કદર કરતાં કમલ હાસને સુર્યાને લાખો રૂપિયાની રોલેક્સ ગિફ્ટમાં આપી છે. સુર્યાએ સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ્સ શેર કર્યા છે, જેમાં કમલ હાસન તેમને ઘડિયાળ પહેરાવી રહ્યા છે. કેપ્શનમાં સુર્યાએ તેમનો આભાર પણ માન્યો છે. રોલેક્સ કંપનીની વેબસાઈટ મુજબ, કમલ હાસને ગિફ્ટ કરેલી ઘડિયાળની કિંમત શ્ ૧૦ લાખ જેટલી છે.

Entertainment-India-Actor-Surya-gifted-Moghi-Rolex-Watch-to-celebrate-the-success-of-Southern-superstar-Kamal-Haasans-film-Vikram.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *