સાવરકુંડલા તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
ઉનાળું વેકેશન પૂર્ણ થતાં આવતીકાલથી શાળાઓ ફરી પુનઃ શરૂ થશે.. હા, ચોથી લહેરની સંભાવના વચ્ચે તંત્ર કેવું સ્ટેન્ડ લે છે તે હવે સ્પષ્ટ થશે. ફરી બાળકોનાં કિલ્લોલ સાથે શરૂઆત થશે.. એકડે એક અને બગડે બે.. એ ફોર એપલ અને બી ફોર બોલ. હા, આ કોરોના કાળમાં લગભગ બાળમાનસ પર શિક્ષણનો પ્રભાવ નહિવત હોય ક્યાંક ફરી પુનરાવર્તન તો નહીં કરાવવું પડે ને? હા, આ શનિ રવિ દરમિયાન સ્ટેશનરી અને બુક સ્ટોલમાં વાલીઓનો પાઠ્યપુસ્તક અને નોટબુક, કંપાસપેટી, કલર બોક્સ અને ડ્રોઇંગ પેપર જેવી શૈક્ષણિક સામગ્રીઓ ખરીદવા દોડાદોડી કરતાં જોવા મળે છે. આમ પણ ભારતીય પરંપરામાં જ્યારે કોઈ પ્રસંગ કે ઘટના નિર્માણ થવાની હોય તેના થોડા સમય પહેલાં જ આપણે તૈયાર થતાં હોઈએ છીએ. વળી આ શૈક્ષણિક સત્રનું પ્રિપ્લાનીંગ તો કરી પણ ન શકાય કારણ કે ક્યારે કેવી પરિસ્થિતિ નિર્માણ પામે એ પણ આ વાયરસના યુગમાં નિશ્ર્ચિત નથી હોતું. છતાં પણ શાળાનો પ્રથમ દિવસ એટલે શૈક્ષણિક પ્રારંભ. કોઈ નવા વિદ્યાર્થીઓ તો નાળિયેર અને પડો તિલક ચાંદલો કરીને પ્રવેશોત્સવ પણ ઉજવતાં જોવા મળશે. ખૈર હાલ રવિવારે પણ બુક સ્ટોલ પર ઘરાકી જોવા મળે છે. આમ પણ શૈક્ષણિક પ્રારંભ એટલે સ્ટેશનરી અને બુક સ્ટોલ વ્યવસાયવાળાનો ઘરાકીની સિઝનનો સમય.

