Gujarat

રાણપુર પોલીસ જુગારીઓ ઉપર આકરા પાણીએ,જુગાર રમતા ૧૯ ઈસમોને ઝડપી લીધા..

તાલુકાના નાગનેશ,ગુંદા,જાળીલા,ખસ,ખોખરનેશ ગામેથી પોલીસે ૧૯ જુગારીઓ પાસેથી રૂ.૨૮,૬૨૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો,૪ નાસી ગયા..
બોટાદ જીલ્લા એસ.પી.ડો.કરણરાજ વાઘેલા તથા ડી.વાય.એસ.પી.એસ.કે.ત્રિવેદી દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃતી અટકાવવા સુચના આપેલ હોય જે સુચના પ્રમાણે રાણપુર પોલીસે બાતમી ને આધારે રાણપુર તાલુકાના નાગનેશ,ગુંદા,જાળીલા,ખસ,ખોખરનેશ ગામે જુગાર રમતા કુલ ૧૯ ઈસમોને ઝડપી લીધા.
રાણપુર પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાણપુર પોલીસ સ્ટેશનના PSI એસ.ડી.રાણા તથા ASI આઈ.જી.મોરી,નિકુંજભાઈ ડાભી,મનહરસિંહ પરમાર,નિલેશભાઈ ગળથરા,અશોકભાઈ ઝાપડીયા,પૃથ્વીરાજસિંહ જાદવ,ગોવિંદભાઈ સાબડ,નજીરભાઈ હુસૈનભાઈ,ગોબરભાઈ મેવાડા,એન.ડી.પરમાર સહીત પોલીસ સ્ટાફના માણસો રાણપુર તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમ્યાન પોલીસે બાતમી ને આધારે રાણપુર તાલુકાના નાગનેશ ગામે તળાવની પાળ પાસે જાહેરમાં જુગાર રમતા 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા જેમાં(૧)બળદેવભાઈ બીજલભાઈ સિન્ધુરૂઠ્યા(૨)સંજયભાઈ રમેશભાઈ વાસુકીયા(૩)હરજીભાઈ વિઠ્ઠલભાઈ બારૈયા તમામ રહે નાગનેશ વાળા ને  રોકડા ૨૯૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા..રાણપુર તાલુકાના ગુંદા ગામે પગી વાસમાંથી પોલીસે તીનપત્તીનો જુગાર રમતા ૩ ઈસમોને ઝડપી લીધા હતા.જેમાં(૧)ગગજીભાઈ વાહાભાઈ જોગરાણા(૨)શાંતુભાઈ દાદભાઈ ખાચર(૩)શાંતુભાઈ દાનાભાઈ ખવડ તમામ રહે.ગુંદા વાળા ને રોકડા રૂ.૮,૩૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા..રાણપુર તાલુકાના જાળીલા ગામે પાણીની પાસે ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે હારજીત નો જુગાર રમતા ૭ ઈસમો ને પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં(૧)કીરણભાઈ પાલજીભાઈ સોલંકી(૨)હરેશભાઈ જગદીશભાઈ સોલંકી(૩)કીરણભાઈ બુધાભાઈ સોલંકી(૪)દીપકભાઈ રામજીભાઈ સોલંકી(૫)મુકેશભાઈ જીવાભાઈ સોલંકી(૬)રામજીભાઈ તળશીભાઈ સોલંકી(૭)દીનેશભાઈ મંગાભાઈ સોલંકી તમામ રહે જાળીલા વાળા ને રોકડા રૂ.૧૦,૬૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા..રાણપુર તાલુકાના ખસ ગામે મેલડીમાતાજી ના મંદીર પાસે જાહેરમાં જુગાર રમતા ૪ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.જેમાં(૧)સંજયભાઈ ધુડાભાઈ પરમાર(૨)પારસભાઈ કાળુભાઈ પરમાર(૩)ધનાભાઈ નાનજીભાઈ મારૂ(૪)ભુપતભાઈ બોઘાભાઈ મકવાણા તમામ રહે.ખસ વાળા ને રોકડા રૂ.૭૬૦ તથા ૧ મોબાઈલ કીંમત ૩૦૦૦ મળી કુલ-૩,૭૬૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા..રાણપુર તાલુકાના ખોખરનેશ ગામે મનસુખભાઈ રાવળના ઘર પાસે ખુલ્લી જગ્યામાં તીનપત્તી નો જુગાર રમતા ૬ ઈસમો ઉપર રેડ પાડતા નાસભાગ મચી હતી જેમાં પોલીસના હાથે ૨ ઈસમો ઝડપાયા હતા જેમાં(૧)સિરાજભાઈ કાશમભાઈ ખલીફા(૨)બાબુભાઈ અબ્બાસભાઈ ખલીફા જ્યારે ૪ ઈસમો પોલીસ ને જોઈને નાસી ગયેલ (૧)નરોત્તમભાઈ ત્રીકમભાઈ ઘાઘરેટીયા(૨)મુકેશભાઈ બાબુભાઈ જેજરીયા(૩)ઘનશ્યામભાઈ ભુપતભાઈ જેજરીયા(૪)વિનોદભાઈ દેવજીભાઈ લીંબડીયા તમામ રહે.ખોખરનેશ પોલીસના હાથે ઝડપાયેલા ૨ ઈસમો પાસેથી રોકડા રૂ.૨,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરી હતી.કુલ-૨૮,૬૨૦ રૂપિયાના મુદ્દામાલ સાથે રાણપુર તાલુકાના નાગનેશ,ગુંદા,જાળીલા,ખસ,ખોખરનેશ ગામેથી કુલ-૧૯ ઈસમો ને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા અને ૪ ઈસમો પોલીસ ને જોઈને નાસી ગયા હતા રાણપુર પોલીસે તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *