Gujarat

ઉનાળું વેકેશન પૂર્ણ થતાં સાવરકુંડલા શહેરની વિવિધ શૈક્ષણિક શાળાઓમાં આજથી શૈક્ષણિક ગતિવિધિ ફરી ધમધમતી થઈ . જો બધું જ સમું સુતરું ઉતરે અને ગુજરાતમાં કોરોનાની  ચોથી લહેરનો વ્યાપ ન વધે તો ફરી પાછી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોની શૈક્ષણિક પ્રવૃત્તિથી પૂરજોશમાં ધમધમતી જોવા મળશે. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં ફરી પાછી આજરોજથી ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત થતી જોવા મળી .આમ શૈક્ષણિક પ્રવૃત્તિઓથી શાળાઓ આજથી બાળકોના કિલ્લોલ સાથે ગુંજતી જોવા મળી. જો કે શરૂઆતના દિવસોમાં થોડી પાંખી હાજરી હોય એ પણ સ્વાભાવિક છે. પરંતુ એક અઠવાડિયામાં જ શહેરની તમામ શાળાઓ પૂર્ણપણે શૈક્ષણિક કાર્યોથી ધમધમતી જોવા મળશે. સાવરકુંડલા શહેરની તમામ શાળાઓમાં આજથી ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં શૈક્ષણિક કામગીરીનો પ્રારંભ થયો. આજથી તમામ શાળાઓમાં બાળકોની કિલકારીઓથી ગુંજતું થયું શાળાનું પ્રાંગણ. હા, ઉનાળું વેકેશનનો એક લાંબો પિરિયડ પૂરો થતાં આજરોજ શહેરની શાળાઓમાં શૈક્ષણિક સત્રનો મંગલ પ્રારંભ થયો. ખાસકરીને ધોરણ ૧ માં પ્રવેશ મેળવતાં બાળકો આજે નવા પાઠ્યપુસ્તકો લઈ, યુનિફોર્મ પહેરીને શાળામાં અભ્યાસાર્થે દાખલ થતાં જોવા મળેલ. આમ તો છેલ્લાં ઘણાં સમયથી બાળકો પ્રત્યક્ષ શિક્ષણથી વંચિત રહ્યાં હોય નાના ભૂલકાઓને શાળાનો પ્રથમ દિવસ કૂતુહલસભર અને કંટાળાજનક પણ લાગતો હોય એ સ્વાભાવિક છે. ધીમે ધીમે જેમ જેમ સમય વ્યતીત થતો જશે તેમ તેમ બાળકો પણ શાળાના વાતાવરણમાં સેટ થતાં જશે. આજે પ્રથમ દિવસ હોય સામાન્ય રીતે દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીનું પ્રમાણ ઓછું હોય તે પણ સ્વાભાવિક છે..પ્રસ્તુત તસવીરમાં શાળામાં વર્ગખંડમાં બાળકો પ્રવેશ કરતાં જોવા મળે છે.
નાના ભૂલકાઓથી માંડીને મોટા વિદ્યાર્થીઓને પણ આમ તો પ્રથમ દિવસે અભ્યાસાર્થે કંટાળાજનક તો અવશ્ય લાગે. પરંતુ ઘીમે ધીમે અભ્યાસ કરવાની ધગશમાં પણ વધારો થતો જશે આમ એકાદ અઠવાડિયામાં તો શાળાનું શૈક્ષણિક કામગીરી પણ પુનઃ જેટની ગતિએ ધમધમતી જોવા મળશે બાળકોમાં અભ્યાસાર્થે આવતાં થશે અને ખરાં અર્થમાં શૈક્ષણિક યાત્રા ગતિમાન થતી જોવા મળશે..

Screenshot_20220613-130708_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *