Delhi

શેરબજાર માટે આજનો દિવસ ‘બ્લેક મન્ડે’ સાબિત થયો

ન્યુદિલ્હી
ભારતીય શેરબજાર માટે આજનો દિવસ કાળો સોમવાર સાબિત થઈ રહ્યો છે. વિદેશી રોકાણકારોની વેચવાલીના કારણે મુંબઈ સ્ટોક એક્સચેન્જના ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૧૫૦૦ પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં ૪૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો જાેવા મળી રહ્યો છે. વૈશ્વિક કારણોસર ભારતીય શેરબજારમાં આવેલા આ ઘટાડાથી રોકાણકારોએ બજાર ખુલ્યાની થોડી જ મિનિટોમાં રૂ. ૬ લાખ કરોડ ગુમાવ્યા છે. ગયા સપ્તાહે શુક્રવારે બજાર બંધ થયું ત્યારે મ્જીઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડી રૂ. ૨૫૧.૮૪ લાખ કરોડ હતી, જે ઘટીને રૂ. ૨૪૬.૧૨ લાખ કરોડ થઈ ગઈ છે. બજારમાં ઘટાડાની સ્થિતિ એ છે કે ૩૪૦૩ શેરોમાંથી ૨૬૨૪ શેર લાલ નિસાનમાં ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે માત્ર ૬૫૫ શેર લીલા નિસાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ૨૪૧ શેરોમાં નીચલી સર્કિટ છે. હકીકતમાં અમેરિકામાં મોંઘવારી ૪૦ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ૧૪ થી ૧૫ જૂનના રોજ ફેડરલ રિઝર્વ ઓફ અમેરિકાની બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં ફેડ રિઝર્વ વ્યાજ દરો વધારવાનો ર્નિણય લઈ શકે છે. આવી સ્થિતિમાં, શેરબજારમાં રોકાણ કરનારા રોકાણકારો સુરક્ષિત સ્થળોએ રોકાણ કરવા માટે વિશ્વભરના શેરબજારોમાંથી તેમના રોકાણને વેચી રહ્યા છે. ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. ડોલર સામે રૂપિયો ઘટીને રૂ.૭૮.૨૬ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે. જેના કારણે આયાત મોંઘી થઈ રહી છે. કંપનીઓનો ખર્ચ વધી રહ્યો છે. જેના કારણે આ કંપનીઓએ ભાવ વધારવો પડશે, જેની અસર સ્થાનિક માંગ પર પડશે. સરકારની રાજકોષીય ખાધ પણ વધી શકે છે. જૂનમાં વિદેશી રોકાણકારોએ તેમનું રૂ. ૧૪,૦૦૦ કરોડનું રોકાણ પાછું ખેંચી લીધું છે.

Stock-market.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *