Delhi

ભવિષ્યમાં રોગચાળાને રોકવા દર વર્ષે એક અબજ ડોલરનો ખર્ચ થશે ઃ બિલ ગેટ્‌સ

ન્યુદિલ્હી
અબજાેપતિ દાનવીર બિલ ગેટ્‌સે ટાઇમ મેગેઝિન સમિટમાં જણાવ્યું હતું કે,કોરોના વાયરસની કટોકટીએ વિશ્વને વધુ એક રોગચાળાને રોકવા માટેનું રોકાણ કરવાનો મોકો આપ્યો છે.બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશનનાં માધ્યમથી ચેપી રોગો સામેની લડાઇમાં સામેલ બિલ ગેટ્‌સે જણાવ્યું હતું કે સંભવિત ભાવિ રોગચાળાને રોકવા માટે વૈશ્વિક સ્તરે બીમારીઓને વધુ સારી રીતે જાેવીસમજવી પડશે અને તેની રસી અને નિદાનમાં સુધારો કરવો પડશે. રોગનાં મોનિટરિંગ માટે ગેટ્‌સે ૩,૦૦૦ ચેપી રોગના નિષ્ણાતોની બનેલી એક ટીમની રચના કરવાનું સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ ટીમનું સંચાલન કરવું જાેઈએ.આ ટીમ રોગચાળો ફાટી નીકળે ત્યારે દેશો કેટલા તૈયાર છે જાણવામાં મદદ કરશે. જાેકે આ ખર્ચાળ પ્રોજેક્ટ હશે. ગેટ્‌સે અંદાજ લગાવ્યો હતો કે આવી ટીમ પાછળ દર વર્ષે લગભગ એક અબજ ડોલરનો ખર્ચ થશે. તેમણે ઉમેર્યુ હતું કે કોવિડ-૧૯ની સમાજ પર જે અસર થઈ છે તે જાેતાં આ રકમ લાભનો સોદો છે. રોગચાળો વિનાશક તો રહ્યો જ છે, પરંતુ ગેટ્‌સનું માનવું છે કે તે વધુ ભયાનક નીવડી શક્યો હોત. ગેટ્‌સે જણાવ્યું કે રોગચાળો વધુ ઘાતક બની શક્યો હોત પરંતુ આપણે નસીબદાર છીએ કે કેસ દીઠ મૃત્યુ દર ૦.૨ ટકા જેટલો હતો. ઉલ્લેખનીય છે કે માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર ગેટ્‌સે અગાઉ અનેક વાર ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળવાની ચેતવણી આપી છે. તેમણે ટાઇમ મેગેઝિનને જણાવ્યું હતું કે, આગામી ૨૦ વર્ષમાં બીજા રોગચાળાની સંભાવના ૫૦ ટકાથી વધુ છે. તેમણે ચેતવણી આપી હતી કે જાે વિશ્વએ આગામી સમયમાં એકદમ ઘાતક વાઇરસનો સામનો કરવો પડી શકે અને તેના પરિણામે માનવ અસ્તિત્વને અંત પણ આવી શકે છે.

Billgates.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *