Gujarat

વિરોધ પ્રદર્શન કરતાં ધારાસભ્ય વિરજી ઠુમ્મરની તબિયત લથડી

અમદાવાદ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઈડી સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે કોંગ્રેસ દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઈડી ઓફિસ બહાર નીકળ્યા તેવામાં પોલીસને ગેટ બંધ કરી દીધો હતો. જેને લઇને પોલીસ અને કાર્યકર્તાઓ સાથે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ હતી. કેટલાક કાર્યકર્તાઓ બહાર જવામાં સફળ થયા ત્યારે કેટલાક કન્વેન્શન હોલ પરિસરમાં જ રહ્યા હતાં. બહાર નીકળેલા કાર્યકરોએ રામધૂન કરી સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. એક બાદ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી. અમિત ચાવડા આવ્યા તે સમયે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ. વિરોધ સમયે ડિહાઇડ્રેશન થતાં કોંગ્રેસ નેતા વિરજીભાઇ ઠુંમર ઢળી પડ્યા હતાં. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં. હવે કોંગ્રેસના કાર્યકરો અમદાવાદમાં મેમનગર સ્થિત ઈડી ની કચેરી ખાતે કૂચ કરી રહ્યાં છે. કન્વેન્શન હોલની બહાર હેલ્મેટ સર્કલ પાસેના એક્ઝિટ ગેટની બહાર કોંગ્રેસના કાર્યકરોએ રામધૂન બોલાવી છે. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતાં ઘર્ષણ થયું હતું. પોલીસે કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિતના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. પરેશ ધાનાણીએ કહ્યું, દેશની આઝાદીની લડાઈમાં નેશનલ હેરાલ્ડનું યોગદાન હતું, બીજી આઝાદીનો પાયો પણ ગુજરાતમાંથી નખાઈ રહ્યો છે. અમિત ચાવડાએ ચીમકી આપતાં કહ્યું હતું કે ભવિષ્યમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે અધિકારીઓને જાેઈ લઈશું. હાલમાં કોંગ્રેસના ધરણાં પ્રદર્શનમાં રાહુલ ગાંધી ઈડી ઓફિસ જતાનાં લાઈવ દૃશ્યો બતાવવામા આવ્યાં છે. કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર શરૂ કર્યા છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ પર ધરણાં કાર્યક્રમ માટે પહોંચ્યા છે, જ્યાં તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે તેઓ અહિંસક રીતે વિરોધ નોંધાવી રહ્યા છે, પરંતુ જાે પરવાનગી નહીં આપવામાં આવે તોપણ તેઓ ભાજપ સામે પરવાનગી વિના વિરોધ કરશે.કોંગ્રેસના કાર્યકરોએ સામી છાતીએ ગોળી ખાધી છે. આઝાદી સમયે ફાંસીના ફંદાને પણ ચુંબન કરી ફાંસીએ ચડ્યાં છે.જીએમડીસી ખાતે ધરણાં કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ સત્તાનો દુરુપયોગ કરીને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. એટલું જ નહીં, પરંતુ જ્યાં કોંગ્રેસ વિરોધ કરી રહ્યો છે તેના કાર્યકરોને પણ ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. ભાજપના નેતાઓ પરાણે વલ્લભભાઈને સરદાર સાહેબ કહે છે, કેમ કે સરદાર સાહેબ ન કહે તો પાટીદાર સમાજ નારાજ થઇ જાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન અને નવા નિમાયેલા એનએસયુઆઈના પ્રમુખ પોતાના સમર્થકો સાથે ધરણાંના કાર્યક્રમમાં પહોંચ્યા છે. શહેઝાદ ખાન અને નરેન્દ્ર સોલંકી બંને નેતાઓએ પોતાના કાર્યકર્તાઓ સાથે સુત્રોચ્ચાર કર્યા હતાં.કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું, દેશની આઝાદીની લડાઈમાં નેશનલ હેરાલ્ડનું યોગદાન હતું, બીજી આઝાદીનો પાયો પણ ગુજરાતમાંથી નંખાઈ રહ્યો છે.અમિત ચાવડાએ અધિકારીઓને ચીમકી આપી હતી કે, ભાજપના રાજકીય એજન્ડા પૂરા કરવા અધિકારીઓ હાથો ના બને, અધિકારીઓ કોંગ્રેસના નેતા-કાર્યકરોને ખોટી રીતે કનડવાનું બંધ કરે, અધિકારીઓ સમજી જાય કે કોઈપણ સરકાર કાયમી નથી, ભવિષ્યમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે આ અધિકારીઓને ધ્યાને રાખીશું વડોદરામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફન્સને સંબોધિત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સોમવારે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવશે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ અમદાવાદ ખાતે એકત્ર થઇ અમદાવાદ સ્થિત ઈડીની ઓફિસે કૂચ કરી જશે. જ્યાં સુધી દિલ્હી ખાતે ઇડીની ઓફિસમાં રાહુલ ગાંધીની પૂછપરછ કરવા રોકવામાં આવશે ત્યાં સુધી ગુજરાતમાં પણ ઈડીની ઓફિસમાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહેશે.

Protesting-MLA-Virji-Thummar-collapsed.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *