Maharashtra

સંજયલીલા ભણસાલીની હીરામંડીમાં રેખા હિસ્સો બની શકે છે

મુંબઈ
છેલ્લા અનેક વર્ષોથી રેખા સિલ્વર સ્ક્રીનથી દૂર છે અને તેની લાસ્ટ રિલિઝ ફિલ્મ ‘સુપર નાની’ વર્ષ ૨૦૧૪માં રિલિઝ થઈ હતી. રેખા અનેકવાર ટેલિવિઝન રિયાલિટી શો અને અવોર્ડ ફંક્શનમાં નજર આવે છે પરંતુ ફિલ્મોથી તેણે અંતર બનાવી લીધું છે. એક બોલિવૂડ વેબસાઈટ મુજબ, રેખા ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલી સાથે કોલોબ્રેશન કરવા જઈ રહી છે અને તે ભણસાલીની બહુચર્ચિત વેબ સિરિઝ ‘હીરામંડી’માં નજર આવી શકે છે. આ વેબસિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે અને તેના માટે રૂપિયા ૨૦૦ કરોડની ડીલ કરવામાં આવી છે. જેમાં ભણસાલીની જ ફી ૬૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. રેખાના કરોડો ફેન્સ તેને ફરી એકવાર એક્ટિંગ મોડમાં જાેવા માટે આતુર છે અને રિપોર્ટ્‌સ મુજબ, રેખા તેનું ડીજીટલ ડેબ્યૂ કરવા તૈયાર છે પરંતુ હજુ સુધી પ્રોડક્શન હાઉસ દ્વારા તેની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી. રિપોર્ટ્‌સ મુજબ, પ્રોડક્શન હાઉસ અત્યારે રેખાના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં તેની એન્ટ્રીની જાહેરાત કરવામાં આવશે. રેખા અનેક વર્ષોથી સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાની ઈચ્છા ધરાવે છે પરંતુ બંને હજુ સુધી કોઈપણ પ્રોજેક્ટમાં સાથે કામ કરી શક્યા નથી. ‘હીરામંડી’ની કાસ્ટમાં એન્ટ્રીની સાથે જ રેખાની આ વર્ષો જૂની વિશ પૂરી થઈ જશે તેમ લાગી રહ્યું છે.

Entertainment-Sanjay-Leela-bhansali-Film-Hiramandi-Rekha-Join-in-this-Film.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *