International

વર્લ્‌ડ ચેમ્પિયનશિપમાં ઇંગ્લેન્ડને બે પોઇન્ટનું નુકસાન

ઇગ્લેન્ડ
ઇંગ્લેન્ડની ટીમે જાેની બેરસ્ટો અને કેપ્ટન બેન સ્ટોક્સની મદદથી મંગળવારે પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટ તો જીતી લીધી હતી પરંતુ સ્લો ઓવર રેટ તેને ભારે પડી ગયો હતો અને ટીમને બે પોઇન્ટનું નુકસાન થયું હતું. આગામી વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે દરેક ટેસ્ટ અને સિરીઝ બાદ મળતા પોઇન્ટમાંથી ઇંગ્લેન્ડના બે પોઇન્ટ કાપી લેવામાં આવ્યા હતા. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટના અંતિમ દિવસે ઇંગ્લેન્ડને કપરો ટારગેટ મળ્યો હતો પરંતુ બેરસ્ટોએ ઝંઝાવાતી સદી ફટકારીને ટીમને પાંચ વિકેટે વિજય અપાવ્યો હતો. જાેકે આ ખુશી લાંબો સમય ટકી ન હતી કેમ કે મેચ બાદ આઇસીસી રેફરી રિચી રિચર્ડસને ધીમા ઓવર રેટ બદલ ટીમ ઉપર પેનલ્ટી લાદી દીધી હતી અને એ મુજબ બે પોઇન્ટ કાપી લેવામાં આવ્યા હતા. આઇસીસી વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રત્યેક પોઇન્ટનું મહત્વ હોય છે ત્યારે આગળ જતાં ઇંગ્લેન્ડને આ નુકસાન ભારે પડી શકે છે. આ ટેસ્ટના વિજય સાથે ઇંગ્લેન્ડના ૪૨ પોઇન્ટ થતાં હતા જે હવે ઘટીને ૪૦ થઈ ગયા છે અને આ સાથે ઇંગ્લેન્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં આઠમા ક્રમે પહોંચી ગયું છે.

Sport-England-lost-two-points-in-the-World-Championship.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *