Gujarat

રાજકોટ શહેર કોરોના વાઇરસ ઇન્જેકશનનો કાળા બજાર કરતા ખોટા બીલો ઉભાર કરી અન્ય જગ્યાએ કાળા બજાર કરી વેંચાણ કરતા ઈસમને ક્રાઇમ બ્રાંચે પકડી પાડેલ છે.

*રાજકોટ શહેર કોરોના વાઇરસ ઇન્જેકશનનો કાળા બજાર કરતા ખોટા બીલો ઉભાર કરી અન્ય જગ્યાએ કાળા બજાર કરી વેંચાણ કરતા ઈસમને ક્રાઇમ બ્રાંચે પકડી પાડેલ છે.*

*રાજકોટ શહેર તા.૫/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મદદનીશ પોલીસ કમિશ્ર્નર ક્રાઇમ ડી.સી.બસીયા, ક્રાઇમ બ્રાંચ P.I વી.કે.ગઢવી ના માર્ગદર્શન હેઠળ શહેર ક્રાઇમ બ્રાંચના P.S.I એમ.વી.રબારી સહિતની ટીમ કોરોના મહામારી સમયે તેમાં ઉપયોગી દવાઓ તથા ઇન્જેકશનોનું કાળા બજાર ન થાય અને કૃત્રીમ અછત ઉભી કરી દવાના ઇન્જેકશનોને ઉંચા ભાવે વેચાણ થતું અટકે તે માટે તપાસમાં હોય. રાજકોટ ક્રાઇમ બ્રાંચ જામનગર રોડ હંસવાહિની સોસાયટી વર્ધમાન કોમ્પલેક્ષ શેઠ નગરની બાજુમાં આવેલ આનંદ કલીનીક ડો.આનંદભાઇ હસમુખભાઇ ચૌહાણે રૂબરૂ આવી જણાવેલ કે કોરોના વાયરસની સારવારમાં ઉપયોગી થતાં રેન્ડમ,૧૦૦ M.G ઇન્જેકશનનો કુલ.૨૪ ખરીદ કરેલ ન હોવા છતાં પોતાના નામના બીલો બનાવી કોઇ અન્ય જગ્યાએ વેચાણ આપેલ છે. રાજકોટ ફુડ એન્ડ ડ્રગ આનંદ કલીનીકના ડો.આનંદભાઇ ચૌહાણની પોલીસ ફરીયાદ લઇ ન્યુ આઇડીયલ એજન્સી સંચાલકે પરેશભાઇ લક્ષ્મણભાઇ ઝાલાવડીયા વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આનંદ કલીનીકના નામે ન્યુ આઇડીયલ એજન્સીના સંચાલક દ્વારા રેન્ડમ,૧૦૦ M.G ઇન્જેેકશનનો કુલ.૨૪ ના કુલ.૪૬,૪૭૩ ના ખોટા બીલ બનાવેલ હોય. રાજકોટ ક્રાઇમ બ્રાંચ વી.કે.ગઢવી, વી.જે.જાડેજા, એમ.વી.રબારી, જયુભા પરમાર, પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, યોગેનદ્રસિંહ જાડેજા, એભલભાઈ બરાલીયા, વીરેન્દ્રસિંહ જાડેજા, તોરલબેન જોષી. કામગીરી કરેલ હોય.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20201005-WA0084.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *