Gujarat

નડિયાદમાં બે અકસ્માતમાં બેના મોત થયા

નડિયાદ
અમદાવાદના દરીયાપુર વિસ્તારમાં રહેતા મોહમ્મદ આરીફ અહેમદમિયા શેખના કૌટુંબિક મોટાભાઈ મુસ્તાકભાઈના દીકરા ફઈમભાઈ (ઉ.વ. ૨૭) અમદાવાદથી પોતાના સંબંધીને ત્યાં વડોદરા ખાતે પોતાના પિતાની સ્વિફ્ટ કાર નં. (જીજે ૨૭ ડીબી ૦૦૧૪) ચલાવીને નીકળ્યા હતા. ફઈમભાઈ ઉપરોક્ત કાર લઈને નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે આગળ જતા કોઈ વાહન સાથે તેમની કાર અથડાઇ હતી. આ અકસ્માતના બનાવમાં કાર ચાલક ફઈમભાઈ શેખનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ મૃતકના કુટુંબીજનોને થતાં પરિવારે જુવાનજાેધ દીકરો ગુમાવ્યો છે. આ બનાવ સંદર્ભે મોહમ્મદ આરીફ શેખે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનો અન્ય બનાવ મહેમદાવાદ પંથકમાં બન્યો હતો. મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામે રહેતા ચતુરભાઈ નરોત્તમભાઈ તડવી ગતરોજ પોતાના કૌટુંબિક પરિવારજનો સાથે ફળીયામાં રહેતા ભીખાભાઈ શનાભાઈ સોલંકીની સીએનજી રિક્ષામાં બેસી કુણા ગામે બળિયાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી પરત ફરતા હતા. ત્યારે રિક્ષાચાલક ભીખાભાઈ જણાવ્યું કે મારે ગેસ પુરાવવાનો હોવાથી તમે નેનપુર ચોકડી ખાતે રહો અને અમે ગેસ પુરાવીને આવીએ છીએ. આથી ચતુરભાઈ અને અન્ય પરિવારજનો અહીંયા ચોકડીએ રોકાઈ ગયા હતા. આ બાદ રિક્ષાચાલક ભીખાભાઈ અને ચતુરભાઈનો ૧૭ વર્ષીય ભત્રીજાે નિખિલ આ બંને લોકો ગેસ પુરાવા નેનપુર ચોકડી નજીક ગયા હતા. રિક્ષા ચાલક અને તેમનો ભત્રીજાે ગેસ પુરાવી પરત નેનપુર ચોકડી તરફ આવતા હતા. ત્યારે રીક્ષા ફૂલ સ્પીડમાં હોવાથી રિક્ષાચાલકે વાહનને ધીમે પાડવા અચાનક બ્રેક મારી દેતાં રિક્ષા એકાએક રોડ પર જ ઉથલી ગઈ હતી અને રોડની સાઇડના ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર કિશોર નિખિલને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવના સંદર્ભે ચતુરભાઈ તડવીએ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આમ આ બંન્ને બનાવમાં વાહન ચાલકની બેદરકારીના કારણે અકસ્માતોમાં બેનું મોત નીપજ્યું છે.ખેડા જિલ્લામાં બે અકસ્માતના બનાવમાં વાહનચાલકોની બેદરકારીનો દાખલો સામે આવ્યો છે. જેથી આ બે પૈકી એક કિસ્સામાં વાહન ચાલકનું મોત નીપજ્યું છે, તો બીજા અકસ્માતમાં વાહનમાં સવાર એક કિશોરનું મોત નિપજ્યું છે. નડિયાદ પાસેના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કાર આગળ જતાં વાહન સાથે અથડાઈ હતી. તો મહેમદાવાદના નેનપુર પાસે ફુલ સ્પીડે જતી રીક્ષાને ચાલકે બ્રેક મારતાં તે ઉથલી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *