ચાંપરાજપુર ની બળા ઓ એ યોગ કરીને વિશ્વ યોગ દિવસ ઉજવ્યો
જેતપુર તાલુકાના ૪૬ જેટલા ગામો માં આજ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જેતપુર તાલુકાના ચાંપરાજપુર ગામે કન્યા શાળા માં બાળાઓ એ વિશ્વ યોગ દિવસ ને ઉમંગ સાથે ઉજવ્યો હતો
શાળાની ૧૪૫ જેટલી બાળાઓ એ યોગ કરીને આજનો દિવસ ઉજવ્યો આ પ્રસંગે આ બાળાઓ ને શાળા ના આચાર્ય શ્રી અનિતા ડઢાણીયા અને શ્રી બીના બારૈયા એ બાળા ઓ ને યોગ ના વિવિધ આસન કરાવ્યા હતા
ચાંપરાજપુર કન્યા શાળા ના પટાંગણ માં જ યોગ દિવસ ની ઉજવણી કરાય તેમાં યોગ ના વિવિધ આસન ને ખુબજ સરસ રીતે કરતી બાલિકા નેહલ તથા જાનવી ને સન્માનિત કરવામાં આવી હતી


