Maharashtra

મહેસાણામાં ૧૫ વર્ષિય સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા

મહેસાણા
ગત ૧૮ નવેમ્બર, ૨૦૨૦ના રોજ લાંઘણજ જવાના રોડ પર ૧૫ વર્ષીય સગીરા શૌચક્રિયા જઇ રહી હતી. ત્યારે જાેરણગ ગામનો બજાણિયા શંકર કરસનભાઈ (૨૮) કાર લઇને આવ્યો હતો અને સગીરાના મોંઢે રૂમાલનો ડૂચો મારી અપહરણ કરી અજાણી જગ્યાએ લઇ જઇ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાને અમદાવાદ એકલી ઉતારી આ વાત કોઇને કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. સગીરાએ ઘરે પહોંચી લાંઘણજ પોલીસ મથકે શંકર બજાણિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ સામે ચાર્જશીટ કર્યા બાદ કેસ મહેસાણાની પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રેખાબેન જાેશીએ સમાજમાં દાખલો બેસે અને કાયદાની જાેગવાઇ મુજબ આરોપીને સખત અને મહત્તમ સજા થવી જાેઈએ તેવી કરેલી દલીલોને આધારે પોક્સો જજ એ.એલ. વ્યાસે આરોપી શંકર બજાણિયાને અપહરણના ગુનામાં ૩ વર્ષની સખત કેદ અને રૂ.૫૦૦૦ દંડ, દુષ્કર્મના ગુનામાં ૨૦ વર્ષની સખત કેદ અને રૂ.૪૫ હજાર દંડ તેમજ પોક્સો એક્ટની કલમ ૪,૬,૮ મુજબ ૧૦ વર્ષની સખત કેદ અને રૂ.૫૦૦૦ દંડની સજા ફટકારી છે. દુષ્કર્મના આ કેસમાં કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીમાં સરકારી વકીલ દ્વારા ૨૩ જેટલા સાહેદો, મેડિકલ ઓફિસરો અને તપાસ અધિકારીઓને પણ તપાસવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે ભોગ બનનાર પીડિતાની જુબાની સંપૂર્ણપણે મહત્વની માની તેણીના ૧૬૪ મુજબના નિવેદનના આધારે આરોપીને સજા ફટકારી હતી.મહેસાણાના ગામડામાં રહેતી ૧૫ વર્ષીય સગીરાનું કારમાં અપહરણ કરી ત્રણ વખત દુષ્કર્મ આચરનારા જાેરણંગ ગામના યુવાનને મહેસાણા કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૫૫ હજારનો દંડ ફટકાર્યો હતો.

The-convict-was-sentenced-to-20-years-rigorous-imprisonment.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *