વિઓ: કોરોના ના કપરા કાળના બે વર્ષ દરમિયાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બંધ રખાયો હતો ,આ વર્ષે સ્થિતિ સામાન્ય બનતા રાજ્યમાં ત્રણ દિવસનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવણી કાર્યક્રમનો આજથી શુભારંભ થયો છે ,ત્યારે વાત કરીશું રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર ગણાતા છોટાઉદેપુર જિલ્લાની તો જિલ્લાની 1251 પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 મા 11,606 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવનાર છે,શિક્ષણ ને લગતી સરકારની યોજનાઓ અને શિક્ષણ વિભાગના પ્રયાસોના પરિણામે આદિવાસી ગ્રામીણ વિસ્તારમાં સાક્ષરતામાં નોંધપાત્ર સુધારો વધારો જોવા મળી રહ્યો છે,ડ્રોપ આઉટ રેશિયો પણ નહિવત બન્યો છે,આજથી શરૂ થયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ માં રાજ્ય કક્ષાના 4 અને જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લા પંચાયત ,નગરપાલિકા પ્રમુખ અને જિલ્લાના પદાધિકારીઓ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જોડાયા છે, જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા ના હસ્તે સિંગલા પ્રા. શાળામાં 10, લુણી પ્રા. શાળામાં 21 અને બાળવાવ ગામની શાળામાં 8 બાળકોને કંકુ તિલક કરી મીઠાઈ ખવડાવી પાઠ્યપુસ્તક ,નોટબુક,પેન્સિલ આપી ધોરણ 1 મા પ્રવેશ આપવામાં આવ્યો, કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાના વિદ્યાર્થીઓની શિસ્ત, જ્ઞાન અને અભ્યાસ પ્રત્યેની રુચિ જોઈને જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા પણ પ્રભાવિત થયા હતા અને વાલીઓને અનુરોધ કર્યો હતો કે તેઓ પોતાના બાળકોને નિયમિત શાળામાં મોકલે, પોલીસ વડાએ શાળાના આચાર્ય એ શિક્ષકોના વિદ્યાર્થીઓ સાથેના લાગણીશીલ સ્વભાવની પણ સરાહના કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


