પાટણ
પાટણ નગરપાલિકાના વિરોધ પક્ષના નગરસેવક ભરત ભાટીયાએ આ બાબતે પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. તેઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૦મી રથયાત્રા જે માર્ગ પરથી પસાર થવાની છે. તે માર્ગ પર મોબાઇલ કંપનીઓ દ્વારા ખોદકામ ચાલુ હોય આવા કામથી રથયાત્રા સમયે દુર્ઘટના બનવાની શકયતાઓને પગલે તુરંત આવા કામ બંધ કરાવવા જાેઈએ. આ રજૂઆતના પગલે પાલિકા તંત્ર દ્વારા અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા જયા સુધી સંપન્ન ન થાય ત્યાં સુધી રથયાત્રાના માર્ગ પર કોઇપણ વ્યકિતએ પાણીની લાઈન કે ભુગર્ભ ગટરના જાેડાણ માટે રોડ પર ખોદકામ ન કરવું. આ ઉપરાંત મોબાઇલ કંપની અને સાબરમતી ગેસના કોન્ટ્રાક્ટરને રથયાત્રાના રૂટ પર કોઇપણ પ્રકારનું ખોદકામ ન કરવા ચીફ ઓફિસર દ્વારા કડક સુચના આપવામાં આવી છે.પાટણ શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ૧૪૦મી રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળવાની છે, ત્યારે રથયાત્રા જયાં સુધી સંપન્ન ન થાય ત્યાં સુધી રથયાત્રાના રુટ પર કોઈ પણ પ્રકારનું ખોદકામ કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
