Gujarat

ગુજરાત સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ અંતર્ગત આજે બોડેલી કન્યાશાળા માં ૧૪ કન્યાઓને ધારાસભ્ય નાં હસ્તે શાળામાં પ્રવેશ અપાયો…

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ માં બાળકોને પ્રવેશ કરાવી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નું તા. ૨૩, ૨૪ અને ૨૫ જૂન એમ ત્રણ દિવસ દરમિયાન આ સંયુક્ત મહોત્સવની ઉજવણી કરવા માટે થયેલા સુંદર આયોજન અંતર્ગત આજે બીજા દિવસે બોડેલી નગરની કન્યાશાળામાં સંખેડા વિધાનસભા બેઠક નાં ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી નાં હસ્તે ૧૪ કન્યાઓને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો ત્યારે બોડેલી ના સરપંચ કાર્તિક શાહ , ઉપસરપંચ આકાશ ઠક્કર સાથે જિલ્લા પંચાયત સદસ્ય સંજય બારીયા, તાલુકા પંચાયત સદસ્ય વિકાસ રાઠવા, તાલુકા શિક્ષણાધિકારી જીગ્નેશભાઈ વણકર,  બી.આર.સી કૉ-ઓર્ડીનેટર વિશાલ પંડ્યા, બોડેલી ગ્રામ પંચાયતના સભ્યો અનવર ભાઈ મન્સૂરી સાથે શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
         શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ને સંબોધતા ધારાસભ્ય અભેસિંગભાઈ તડવીએ  ધોરણ- ૧ માં પ્રવેશ મેળવી શાળામાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે, અને તે સાથે આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓનું સરકારી શાળા તરફનું આકર્ષણ વધે તેવા હેતુસર આવા શાળા પ્રવેશોત્સવ ના કાર્યક્રમો નું આયોજન સરકાર દ્વારા થતું  હોય ત્યારે આજે બોડેલી કન્યા શાળામાં ૧૪ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું તેમ કહી અભેસિંગભાઇ તડવીએ શાળાનાં શિક્ષકોને માતા તુલસી અને ગુલાબ ના છોડ નું પાણી પીવડાવી જેવી રીતે જતન કરીએ છે તેમ આ બાળકોમાં પણ શિક્ષણનું સિંચન કરી તેમનું જતન કરવા ટકોર કરી હતી.
      આમ ૨૩ ૨૪ અને ૨૫ જુન નાં ત્રણ દિવસો દરમિયાન બોડેલી શાળાની ૨૧૭ જેટલી તમામ શાળાઓમાં ૧૬૭૮ જેટલા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવનાર હોવાનું તાલુકા શિક્ષણાધિકારી જીગ્નેશભાઈ વણકરે જણાવી આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાંથી એક અધિકારી સાથે જિલ્લા તાલુકાના અધિકારી- પદાધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી બાળકોના શિક્ષણ માટે ચિંતિત એવી ગુજરાત સરકારનો શાળા પ્રત્યે બાળકો નો ડર દૂર થાય અને બાળક ને શિક્ષણ પ્રત્યે રુચિ વધે તેવા હેતુ સાથે આયોજિત આ કાર્યક્રમનો હેતુ સિદ્ધ થતો હોવાનું જણાવ્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220624-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *