Gujarat

મોબાઈલ શોપમાં બંદૂકની અણીએ રૂપિયા ૨૫ હજારની લૂંટ ચલાવનાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા

સુરેન્દ્રનગર
મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક મોબાઈલ શોપમાં ટફન ગ્લાસ નખાવવા આવેલા શખ્સોએ બંદૂકની અણીએ રૂપિયા ૨૫ હજારની લૂંટ ચલાવી હતી. ત્યારે દુકાન માલિકે લૂંટારુઓનો પ્રતિકાર કરતા એક રાઉન્ડ ફાયરિંગ પણ લૂંટારુઓએ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ લૂંટની ઘટનામાં ગણતરીની કલાકોમાં બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ બનાવની સઘન તપાસને અંતે આજે પોલીસે બન્નેની વિધિવત ધરપકડ કરી છે. હજુ આ કેસમાં એક આરોપી ફરાર છે. મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક તળાવીયા શનાળા જવાના રોડ ઉપર આવેલી મોબાઈલ શોપમાં બે શખ્સો ઘૂસ્યા હતા. આ શખ્સોએ મોબાઈલમાં ટફન ગ્લાસ નાખવાનું કહેતા દુકાન માલિકે ગ્લાસ નાખી આપ્યો હતો અને પૈસા માંગતા બે બુકાની ધારી શખ્સો દુકાનમાં ઘૂસી આવ્યાં હતા. કાચના દરવાજા બંધ કરી જીતના પૈસા હો ઉતના નિકાલો કહી બંદૂક તાકી હતી. બુકાની ધારી લૂંટારુઓએ બંદુક બતાવી નાણાં માંગતા દુકાન માલિક મોંટુભાઈ ચુનિભાઈ કાલરીયાએ ગલ્લામાં પડેલા અંદાજે રૂપિયા ૨૫ હજાર જેવી રકમ લૂંટારુઓને હવાલે કરી દીધી હતી. દુકાનમાથી નાણાં લઈને લૂંટારુઓ બહાર નીકળતા જ દુકાનદારે બન્નેને પડકારી પથ્થરનો ઘા કરતા લૂંટારુઓએ વળતા જવાબમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનું પણ દુકાનદાર જણાવ્યું હતું. પોલીસે આ ઘટનાની સઘન તપાસ આરંભીને બન્ને આરોપીને ઝડપી લીધા હતા. જેમાં અરુણ ચંદ્રકાંતજી ચંદેલ (ઉ.વ.૨૩.), પ્રકાશ દાલચંદ ભીલ ( ઉ.વ.૧૮, રહે-બન્ને મધ્યપ્રદેશ)ને ચોરાઉ બાઈક, રૂ.૧૦ હજાર રોકડા મળી રૂ.૩૦ હજારના મુદામાલ સાથે ધરપકડ કરી હતી. જાેકે, બન્ને ગુનેગારોનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો હતો. જેમાં મધ્યપ્રદેશમાં આર્મ્સ એક્ટ હેઠળ આ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુના નોંધાઈ ચુક્યા છે. આ બનાવમાં કુલ ત્રણ આરોપી હતા. એમાં પહેલા જે મોબાઈલ ગ્લાસ નાખવાના બહાને રેકી કરવા આવ્યો હતો, તે હજુ ફરાર છે અને બે આરોપીઓ લૂંટ કરી ઝાડીઓમાં લુપાતા-છુપાતા હતા. જેને પોલીસે પકડી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *