ભુજ
ગાંધીધામ તાલુકાનાં પડાનાં હાઇવે પરની હોટેલ પાસેનાં વાડામાંથી ખાનગી કંપનીના ટેન્કર મારફતે ગરરકાયદે રૂ. ૧૦.૫૦ લાખનાં બાયો ડીઝલ ટ્રાન્સફરની ગેર પ્રવૃત્તિને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રંગેહાથ ઝડપી પાડી હતી. આ દરોડામાં કુલ રૂ. ૩૭.૭૧ લાખનાં મુદામાલ સાથે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમની વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગાંધીધામ બી ડિવિઝન મથકનાં પીઆઈ પી.એન. ઝીંઝુવાડિયાને મળેલી પૂર્વ બાતમીનાં આધારે પોલીસ સ્ટાફ દ્વારા તાલુકાના પડાનાં ગામની હદમાં બાલાજી હોટેલ પાસે, એનટીસી સપ્લાય ચેઇન સોલ્યુશન પ્રા. લી.ના પાર્કિંગ વાડામાં રૂ. ૨૦ લાખની કિંમતના ટેન્કર નંબર એનએલ ૦૧ એએ માંથી રૂ. ૧૦.૫૦ લાખના ૧૭૫૦૦ ગેરકાયદે બાયો ડીઝલને ખાલી ટેન્કર રૂ. ૩ લાખમાં ટ્રાન્સફર કરી રહેલા આરોપી દીપ અતુલ ભડાનીયા રે. શીનાઈ અને સમીર અહેમદ મન્સૂરી રે. ભારતનગરને રંગેહાથ ઝડપી પાડયા. ગેર પ્રવૃત્તિમાં ઉપીયોગમાં લીધેલા ઇલેક્ટ્રિક મીટર પમ્પ સહિત કુલ. રૂ. ૩૭.૭૧ લાખનો મુદામાલ જપ્ત કર્યો.
