Gujarat

“સ્કૂલ ચલે હમ”

 

 

જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને કનસુમરા કુમાર અને કન્યા શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો

 

કનસુમરા કન્યા શાળા અને કુમાર શાળામાં ૫૧ બાળકોએ ધો.૧માં તથા આંગણવાડીમાં ૧૨ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો

 

જામનગર તા.૨૪ જૂન,જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકાના કનસુમરા ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા કનસુમરા ક્ન્યા શાળામાં ૨૬ કન્યાઓને અને કનસુમરા કુમાર શાળામાં ૨૫ બાળકો મળી  કુલ ૫૧ બાળકોને ધોરણ-૧ માં  તેમજ આંગણવાડીમાં ૧૨ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તમામ બાળકોને શૈક્ષણીક કીટ અર્પણ કરી, ગત શૈક્ષણીક વર્ષ દરમિયાન શાળામાં શ્રેષ્ઠ પરિણામ લાવનારા બાળકોને ઈનામ આપી સન્માનિત કર્યા હતા. તથા આંગણવાડીના બાળકોને રમકડાની કીટ આપી હતી. તેમજ ગામના દાતાશ્રી કાનાભાઇ ફકીરાભાઇ બાંભવાએ  તમામ બાળકોને તિથી ભોજન કરાવ્યું હતું.

 

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યુ હતુ. કે, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકોનું ૧૦૦% નામાંકન થાય તેવા સરકાર પ્રયાસો કરી રહી છે. ત્યારે વાલીઓ, ગામ લોકો, ગામના આગેવાનો, દાતાઓ અને શિક્ષકોના સહયારા પ્રયાસથી આ ગામની શાળાએ ઘણા ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા છે અને વિશેષ ગુણવત્તા સભર શિક્ષણ માટે શાળામાં કનસુમરા ગામ સમસ્ત સાર્વજનિક ટ્રસ્ટના સહયોગથી રૂપિયા ૫ લાખ જેવી દાનની રકમ મળેલ છે. જેને આવકારવામાં આવેલ. તેમજ શાળા અને ગામલોકોની કામગીરીને જોઈને  આ શાળા સરકારશ્રી દ્રારા સ્કુલ ઓફ એક્સલન્સ અંતર્ગત પસંદ થયેલ હોય તથા હાલમાં શાળામાં કુલ ૨૫૧ કન્યાઓ અભ્યાસ કરતી હોય, ક્ન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળાના આચાર્યની રજુઆતને ધ્યાને લઈ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા શાળાને રૂ.૨૫૧૦૦૦/- ની રકમ પોતાની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલ. અને આ શાળા ઉતરોતર શ્રેષ્ઠ શાળા બને તેવો વિશ્વાસ વ્યકત કરવામાં આવ્યો હતો.

 

આ કાર્યક્રમમાં આર.ટી.ઓ.ઇન્સ્પેકટરશ્રી, નાયબ  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રી, ગામના સરપંચશ્રી, સ્થાનિક સંસ્થાના આગેવાનશ્રીઓ અને ગામના અગ્રણીઓ, વાલીઓ, શિક્ષકગણ તેમજ વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમ પુર્ણ થયે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્રારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.

kansumara-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *