ગિરગઢડા તા 24
ભરત ગંગદેવ.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ અંતર્ગત ફાટસર શાળા માં પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી.જેમાં મુખ્ય મહેમાન તરીકે વી.કે.ગોહિલ સાહેબ ,ગીર સોમનાથ થી પધારેલ.તેમની સાથે તાલુકા પંચાયત સદસ્ય,સરપંચ ફાટસર અને ગ્રામ પંચાયત સભ્ય,એસ.એમ.સી.ફાટસર તેમજ સ્થાનિક આગેવાન અને ગ્રામજનો જોડાયેલ.વર્ષ ૨૦૨૨ માં શાળા માં કુલ ૫૩ બાળકો ને ધોરણ ૧ માં પ્રવેશ આપવામાં આવ્યો.આ તકે ગ્રામ પંચાયત ફાટસર તરફથી ધોરણ ૧ થી ૮ ના પ્રથમ ૩ નંબર મેળવેલ બાળકોને ઈનામ આપવામાં આવ્યા તેમજ નવા પ્રવેશ પામેલ બાળકોને ગણેશભાઈ વાડદોરિયા,રમેશભાઈ હપાણી,રમેશભાઈ પાનસુરીયા,રામજીભાઈ પરમાર,લાલજીભાઈ પરમાર તરફથી કુલ ૫૦૦૦ અને વિશ્વાસ ગ્રુપ ફાટસર તરફથી ૨૧૦૦ એમ કુલ ૭૧૦૦ રૂપિયા બાળકોને શૈક્ષણિક કીટ માટે મળેલ.દાતા અને આવેલ અધિકારી ના હસ્તે કીટ વિતરણ અને ઈનામ વિતરણ કરવામાં આવ્યું તેમજ તમામ દાતા શ્રી નું સન્માન કરવામાં આવ્યું.આમ કુદરતી મહેમાન એવા વરસાદ અને કુત્રિમ મહેમાન એવા અધિકારીઓ ની વચ્ચે પ્રવેશોત્સવ ઉજવણી કરવામાં આવી.


