Gujarat

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ ઉપર થઈ રહેલા હુમલામાં યોગ્ય કાર્યવાહી થાય તે અંગે છોટાઉદેપુર એસ પી કચેરી ખાતે જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

 છેલ્લા બે વર્ષથી આમ આદમી પાર્ટી સમગ્ર સુરત શહેરની અંદર લોકહિતની અને જનહિતની કામગીરી કરી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 કાઉન્સિલરોને ચૂંટવા પછી સતત લોક પ્રશ્નો સાંભળવા માટે અને લોકોની તકલીફોના નિવારણ માટે લોકોની વચ્ચે જવું પડતું હોય છે. તેમજ સત્તાધારી પક્ષના ખોટા કામોનો શાંતિપૂર્ણ વિરોધ કરવો એ નૈતિક જવાબદારી છે અને જેના ભાગરૂપે સત્તાધારી પક્ષના ખોટા તાયફા કરતા હોય કે લોકઉપયોગી કામો સત્તાધારી પક્ષની અણઆવડતને કારણે બાકી રહી જતા હોય તો તેની સકારાત્મક રજૂઆત કરવી લોકોની વચ્ચે જઈને એમની વાત કરવી એ વિરોધ પક્ષ તરીકે નો પ્રથમ ધર્મ છે. જે આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે કરી રહી છે પરંતુ અવારનવાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઓ અને પદાધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના ગુંડા તત્વો, અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવી રહ્યો છે જેની સામે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કર્યા પછી આજ દિવસ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. તે અંગે છોટાઉદેપુર જીલ્લા આમ આદમી પાર્ટી કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. આવેદનપત્રમાં ઉપસ્થિત પ્રદેશ આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રોફેસર અર્જુન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ ધર્મેન્દ્ર રાજપૂત, સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220627-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *