Gujarat

રાજકોટમાં સગીરાએ સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી

રાજકોટ
રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે કિશન પાર્કમાં રહેતી આયુષી મહેશભાઈ રાવલ નામની ૧૭ વર્ષીય તરૂણીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાની જાણ થતા થતા તાલુકા પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે સ્થળ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરતા ત્યાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી જે પોલીસે કબ્જે કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં માતા-પિતાના છૂટાછેડા થઇ ગયા બાદ આયુષી પિતા સાથે રહીને અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે. સાથે જ પોલીસને આપઘાત કરતા પૂર્વે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમાં જણાવ્યું હતું કે હું ઘણા સમયથી ડીપ્રેશનમાં છું, કોઈનો વાંક નથી, આઈ એમ સોરરી હું નહી જીવી શકું. હાલ પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી આપઘાતનું અન્ય કોઈ કારણ છે કે કેમ તે પણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.રાજકોટ શહેરમાં આપઘાતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થતો જાેવા મળી રહ્યો છે ત્યારે ડીપ્રેશનથી પીડાઈ રહેલી ૧૭ વર્ષીય તરૂણીએ ‘ હું ઘણા સમયથી ડીપ્રેશનમાં છું, કોઈનો વાંક નથી’ તેવું સ્યુસાઈડ નોટમાં લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

file-01-page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *