Maharashtra

મહીસાગરના ૩ શિક્ષલુણાવાડા મહીસાગર જિલ્લામાં છેલ્લા સાત દિવસમાં દારૂની બોટલો સાથે બીજાે વીડિયો વાઇરલ થતાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જાેવા મળી હતી.

લુણાવાડા
મહીસાગર જિલ્લામાં છેલ્લા સાત દિવસમાં દારૂની બોટલો સાથે બીજાે વીડિયો વાઇરલ થતાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જાેવા મળી હતી. થોડા દિવસો પહેલાં બાકોર નજીક રિસોર્ટમાં ભાજપના નેતાઓ દ્વારા ડિસ્કો સાથે દારૂની મહેફિલ માણતો વીડિયો વાઇરલ થયો હતો, જેની આજદિન સુધી કોઈ કાર્યવાહી નથી થઈ, ત્યારે એ વાતને ૭ દિવસ બાદ વીરપુર તાલુકાના લીંબરવાળા સીટના અને લીંબરવાળા ગામના વતની એવા કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્યના પતિ સહિત અન્ય ત્રણ શિક્ષકનો દારૂની બોટલો સાથેનો વીડિયો વાઇરલ થતાં જિલ્લામાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. કારમાં ચાર જણામાંથી એકના હાથમાં દારૂની બોટલ લઇને ગીત પર ડાન્સ કરતાં વાઇરલ વીડિયોમાં જાેવા મળ્યા હતા. વીડિયોમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પણ જાેવા મળ્યા હતા. શિક્ષણજગતને કલંક લાગડતો વીડિયો વાઇરલ થતાં લોકોમાં અનેક ચર્ચા ચાલી હતી તેમજ ગુરુજનોના કૃત્ય સામે રોષ વરસાવ્યો હતો. ૭ દિવસમાં દારૂની બોટલો સાથેનો વીડિયો વાઇરલ થતાં કોંગ્રેસ અને ભાજપમાં રાજકારણ ગરમાયું હતું, ત્યારે આવી ઘટનાઓને લઈ અધિકારીઓ નેતાઓની કઠપૂતળીની ભૂમિકામાં જાેવા મળ્યા હતા. જ્યારે વાઇરલ વીડિયોમાં શિક્ષકો હોવાથી મહીસાગર શિક્ષણ વિભાગ સફાળો જાગીને ઘટનાની તપાસના હુકમો કરી દીધા હતા. મહીસાગર ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી આર. એચ. બારિયાએ જણાવ્યું હતું કે વાઈરલ વીડિયો બાબતે વીરપુર તાલુકા ટીપીઓઓને તપાસ સોંપવામાં આવી છે. અહેવાલ આવ્યા બાદ આગળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અમે ત્રણચાર મિત્રો ગલિયાકોટ રાજસ્થાન બાધા હતી તો ગયા હતા. ત્યાં દારૂની કોઈ મહેફિલ થઈ નથી અમને રાજકીય બદનામ કરવા માટે કોઈએ વીડિયો વાઇરલ કર્યો છે. પ્રાથમિક પૂછપરછ કરતાં વીડિયો શનિવારે સાંજના રાજસ્થાન ગલિયાગોટ ગયા હોવાનું જાણવા મળ્યું છે અને બોટલ હાથમાં હોય એટલે દારૂનું સેવન કર્યું છે એવું સાબિત નથી થતું. સપ્તાહ પહેલાં બાકોર રિસોર્ટ ખાતે ભાજપના હોદ્દેદારો બર્થડે પાર્ટીમાં નાચગાન કરી ઝૂમતો વીડિયો વાઇરલ થયો, ત્યારે સરકાર દ્વારા તે નેતાઓ પર કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ભાજપના હોદ્દેદાર પર રહેમ નજર રખાય છે.

file-01-page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *