જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામે આવેલ સતનામ ગ્લોબલ ઇન્ફ્રા પ્રા.લી. કંપનીના ડીઝલ જનરેટરમાંથી ફ્લેક્સીબલ કોપરનો કેબલ ચોરી કરનાર ત્રણ ઇસમોને કેબલ વાયર, કિં.રૂ.૩૦,૦૦૦/ ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ચોરીનો ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.
ગુનાની વિગતઃ
ગઇ તા.૨૪/૦૬/૨૦૨૨ ના બપોરના બે વાગ્યાથી તા.૨૫/૦૬/ર૦રર ના સવારના સાડાનવ વાગ્યા દરમિયાન જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામે આવેલ સતનામ ગ્લોબલ ઇન્ફ્રા પ્રા.લી. કંપનીના ડીઝલ જનરેટરમાંથી કમ્પ્રેસનમાં રહેલ ફ્લેક્સિબલ કોપરનો કેબલ આશરે ૫૦ ફુટ, જેની અંદાજે કિંમત રૂ.૩૦,૦૦૦/- નો જોડેલ હોય, જે કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે જાફરાબાદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૪૨૨૦૪૩૪/૨૦૨૨ IPC કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ હતો.ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું.
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.
ટીમે આજરોજ તા.૨૯/૦૬/૨૦૨૨ ના રોજ શરૂ રાત્રિના કોમ્બિંગ નાઇટ પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી હકિકત આધારે લોઠપુર ગામના બસ સ્ટેન્ડ પાસેથી ત્રણ ઇસમોને પ્લાસ્ટીકના બાચકામાં ભરેલ ચોરીના કેબલ વાયર સાથે પકડી પાડેલ છે અને પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સારૂ જાફરાબાદ પો.સ્ટે.માં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ
(૧) ચકુરભાઇ ભાણાભાઇ શિયાળ, ઉંવ,૨૬, ધંધો.મજુરી, રહે.ભાકોદર, તા.જાફરાબાદ, જિ.અમરેલી,
(ર) પુનાભાઇ હામાભાઇ શિયાળ, ઉં.વ.૨૭, ધંધો.મજુરી, રહે.ભાકોદર, તા.જાફરાબાદ, જિ.અમરેલી
(૩) ડાયાભાઇ નથુભાઇ ભીલ, ઉં.વ.૪૧, ધંધો.મજુરી, રહે.ભાકોદર, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલ
ડીઝલ જનરેટરના કમ્પ્રેસનનો ફ્લેક્સિબલ કેબલ વાયર, આશરે ૫૦ ફુટ, કિં.રૂ.૩૦,૦૦૦/- નો મુદ્દામાલ,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રીપોટોર ભાવેશ વાઘેલા અમરેલી


