Gujarat

ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાં ઘરફોડ ચોરી કરનાર સીકલીગર ગેંગના મુખ્ય સુત્રધાર આરોપીને પકડી પાડતી નસવાડી પોલીસ

 ધર્મેન્દ્ર શર્માં પોલીસ અધીક્ષક, છોટાઉદેપુર નાઓએ વાહન ચોરી તથા ઘરફોડ ચોરી જેવા મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી નાઓને સુચના કરેલ જે અનુસંધાને એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા એસ.બી.વસાવા સર્કલ પો.ઇન્સ. બોડેલી નાઓના માર્ગદર્શન આધારે સી.ડી.પટેલ પોલીસ સબ ઇન્સ. નસવાડી પોલીસ સ્ટેશન નાઓ પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે.માં હાજર હતા તે દરમ્યાન સાથે તા.૨૮/૦૬/૨૦૨૨ નારોજ સાંજનાં સાડા સાતેક વાગ્યે બાતમી હકીકત મળેલ કે ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ સીકલીગર ગેંગના મુખ્યસુત્રધાર આરોપી રાજેન્દરસીંગ રાજુસીંગ જાતે-સીકલીગર રહે.વડોદરા શહેર નાઓ હાલ બોડેલી તરફથી એક ખાનગી વાહનમાં બેસીને રાજપીપળા તરફ જાય છે તેવી બાતમી હકીકત મળતાં નસવાડી પોલીસ કલેડીયા ચોકડી પાસે વોચ રાખી વાહન ચેકીંગ કરી આરોપીને કલેડીયા ચોકડી પાસેથી પકડી પાડી નસવાડી પો.સ્ટે.ના ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓમાં અટક કરી આગળની કાર્યવાહી હાથધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220630-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *